Not Set/ ICC World CUP : ભારતની વિરાટ ટીમ દક્ષિણ આફ્રિકા સામે મેચ રમવા તૈયાર, જીત સાથે કરી શકે છે આગાઝ

આઈસીસી ક્રિકેટ વિશ્વકપમાં ભારતની પહેલી મેચ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે રમાશે. દક્ષિણ આફ્રિકાએ અગાઉ બે મેચો રમી છે અને બંને મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ટૂર્નામેન્ટમાં પોતાની મેચ પહેલા, ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ટીમ ઇન્ડિયાએ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હારથી […]

Sports
india vs south africa 145 ICC World CUP : ભારતની વિરાટ ટીમ દક્ષિણ આફ્રિકા સામે મેચ રમવા તૈયાર, જીત સાથે કરી શકે છે આગાઝ

આઈસીસી ક્રિકેટ વિશ્વકપમાં ભારતની પહેલી મેચ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે રમાશે. દક્ષિણ આફ્રિકાએ અગાઉ બે મેચો રમી છે અને બંને મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ટૂર્નામેન્ટમાં પોતાની મેચ પહેલા, ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ટીમ ઇન્ડિયાએ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હારથી ઘણી શીખ લીધી છે અને આ વખતે તે કોઈ ભૂલ કરશે નહીં.

647039 india vs south africa ICC World CUP : ભારતની વિરાટ ટીમ દક્ષિણ આફ્રિકા સામે મેચ રમવા તૈયાર, જીત સાથે કરી શકે છે આગાઝ

દક્ષિણ આફ્રિકાની ટીમ આ પહેલા બે મેચ રમી ચુકી છે. જેમા તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આજે દક્ષિણ આફ્રિકા ટૂર્નામેન્ટમાં તેની ત્રીજી મેચ રમશે તો ભારત પહેલી મેચ રમી જીતથી ટૂર્નામેન્ટની શરૂઆત કરવા મેદાને ઉતરશે. વળી દક્ષિણ આફ્રિકા આ મેચમાં ભારતને હરાવીને આ વિશ્વકપની પહેલી જીતનું ખાતુ ખોલવા પૂરી મહેનત કરશે. જો કે અહી ભારતનો પલડો દક્ષિણ આફ્રિકાની સરખામણીમાં ભારે દેખાઇ રહ્યો છે. કારણ કે સાઉથ આફ્રિકાનાં બે મોટા બોલરો લુંગી એન્ગિડી અને ડેલ સ્ટેઇન ઈજાનાં કારણે આ મેચમાં રમી નહી શકે. જો કે ડેલ સ્ટેઇન વિશ્વ કપમાંથી બહાર થઇ ગયો છે. બીજી તરફ ભારતીય ટીમ સંપૂર્ણપણે ફિટ છે.

ભારતીય સમય અનુસાર, મેચ કયા સમયે શરૂ થશે?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ વિશ્વકપની મેચ ભારતીય સમય મુજબ 3 વાગ્યાથી શરૂ થશે. સ્થાનિક સમય અનુસાર, આ મુકાબલો સવારનાં 10:30 થી શરૂ થશે.

સાઉથહેમ્પટનમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન

સાઉથહેમ્પટનમાં ટીમ ઇન્ડિયા એ અત્યાર સુધી 3 વનડે મેચ જ રમી છે. વર્ષ 2004માં કેન્યાની સામે તેને જીત નોંધાવી હતી અને બાકીનાં બે મુકાબલોમાં ઇંગ્લેન્ડની વિરૂદ્ધ (2007 અને 2011)માં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે આ મેદાન પર આ પહેલી ટક્કર છે.

આફ્રિકન ટીમ પર પહેલી જીત અને થાકનું દબાણ

ટીમ ઈંન્ડિયાની હરીફ દક્ષિણ.આફ્રિકાની વાત કરીએ તો તેની આ 6 દિવસમાં ત્રીજી મેચ હશે. આ પહેલાં આફ્રિકાની ટીમ ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશની સામે બે મેચ હારી ગયું હતુ. ટીમ પર હવે ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી જીતનું દબાણ પણ છે અને 6 દિવસમાં ત્રીજી મેચ રમવાનો થાક પણ છે. ફેફ ડુપ્લેસીસનાં નેતૃત્વવાળી આફ્રિકન ટીમ જાણે છે કે જો આજે હારશે તો સેમિફાઇનલમાં પહોંચવાની તેની તક ઘટી જશે.

કેટલી વખત ટીમ સામ સામે આવી

ભારતની ટીમ આ વખતનાં વિશ્વકપની પ્રંબળ દાવેદાર તરીકે દેખાઇ રહી છે. પરંતુ સાઉથ આફ્રિકાની સામે તેનું અત્યાર સુધીનું પ્રદર્શન જોઇએ તો જૂના આંકડામાં ટીમનું પ્રદર્શન આફ્રિકાની વિરૂદ્ધ થોડુંક નબળું દેખાય છે. વિશ્વકપમાં આ બંનેનો સામનો અત્યાર સુધી 4 વખત થઇ ચૂકયો છે અને સાઉથ આફ્રિકા અહીં 1-3થી આગળ છે.

ભારત

વિરાટ કોહલી(કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, કેદાર જાદવ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, વિજય શંકર, કુલદીપ યાદવ

દક્ષિણ આફ્રિકા

ફેફ ડુપ્લેસીસ(કેપ્ટન), ક્વિંટન ડીકોક, એડેન માર્કરામ, હાશિમ અમલા, ડેવિડ મિલર, રાસી વૈન ડર ડૂસન, જે પી ડ્યુમિની, એંડિલે ફેહલુકવે, ડ્વેન પ્રિટોરિયસ, કાગિસો રબાડા, લુંગી એનગીડી, તબરેઝ શમ્સી, ઈમરાન તાહિર, એનરિચ નોર્ટજે.