જો તમે મકાન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે સૌથી સારો સમય ચાલી રહ્યો છે. ICICI બેન્કે પણ પોતાના હોમ લોનના રેટમાં ઘટાડો કરને તેને 10 વર્ષના સૌથી નીચલા સ્તરે લાવી દીધો છે. આ અગાઉ એસબીઆઇ, કોટક જેવી ઘણી અન્ય બેન્કો પણ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરી ચુકી છે.

Corona Vaccine / પોતાના કર્મચારીઓને પરિવાર સહિત મફતમાં રસી આપશે આ દિગ્ગજ કંપનીઓ
ICICI બેન્કે પોતાના હોમ લોન પર વ્યાજ દરને ઘટાડીને 6.70 ટકા સુધી લાવી દીધો છે. આ બેન્કનો છેલ્લા 10 વર્ષનો સૌથી સસ્તો હોમ લોન રેટ છે. આ લોન રેટ 5 માર્ચ એટલે કે આજથી જ લાગુ થઇ ગયો છે. આઇસીઆઇસીઆઇ બેન્કનું કહેવું છે કે 75 લાખ રુપિયા સુધીની હોમ લોનવાળા ગ્રાહકોને આ વાજબી દરનો લાભ મળશે. 75 લાખ રુપિયાથી ઉપરની લોન ધરાવતા ગ્રાહકો માટે બેન્કે 6.75 ટકાનો વ્યાજ દર નિર્ધારિત કર્યો છે. આ સસ્તો દર હાલ 31 માર્ચ સુધી જ છે.

Holiday / બેંકોમાં માર્ચની મજા..! માર્ચ મહિનામાં 10 દિવસ રજા
મહત્વનું છે કે ભારતીય રિઝર્વ બેન્કે નીતિગત દરોને ઘણાં નીચલા સ્તરે લાવી દીધા છે. જેના કારણે બન્કો માટે વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું સરળ થઇ ગયું છે. ભારતીય બેન્કો દ્ધારા નક્કી કરવામાં આવેલા રેપો રેટ હાલ 4 ટકા છે. આ દર એ દર હોય છે જેની પર બેન્કોને રિઝર્વ બેંકથી લોન મળે છે. એટલે કે બેન્કોને રિઝર્વ બેન્ક પાસેથી સસ્તા દરે લોન મળી રહી છે. જેનો લાભ તેઓ ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
