દેશમાં કોરોના મહામારી વચ્ચે આજે પણ દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યુ છે. આ આંદોલનને ટેકો આપવા રાહુલ ગાંધી ઘણીવાર સરકાર પર શાંંબ્દિક પ્રહાર કરી ચુક્યા છે. તાજેતરમાં કોરોના મહામારી વચ્ચે સંસદનું ચોમાસું સત્ર ચાલુ છે. સૌ પ્રથમ, વિરોધી પક્ષોએ દિલ્હીની સરહદ પર ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમજ ત્રણેય નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ કરી હતી. આ સાથે જ ખેડૂતોની લોન માફીનો મુદ્દો ઉગ્ર બન્યો છે. બુધવારે કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ મોદી સરકાર પર ફક્ત મૂડીવાદીઓની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો – OMG! / વર-કન્યા ફેરા ફરી રહ્યા હતા ત્યારે, કેમેરામેન એવી રીતે ફોટોગ્રાફી કરતો હતો કે , વીડિયો જોઇને હસવું રોકી નહિ શકો
કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સમયાંતરે કેન્દ્રની મોદી સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવતા રહ્યા છે. રાહુલ ગાંધીનો લગભગ દરેક દિવસે એક ટ્વીટ તો હોય જ છે. આજે ફરી એકવાર તેમણે ટ્વીટ કર્યુ છે અને સરકાર પર ફક્ત મૂડીવાદીઓની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ એક રિપોર્ટ શેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે સંસદમાં સ્પષ્ટ કહ્યું છે કે ખેડૂતોનું દેવુ માફ કરવાની કોઈ યોજના નથી. ખેડૂતો પર 16.80 લાખ કરોડની કૃષિ લોન બાકી છે. આ અહેવાલ સાથે રાહુલ ગાંધીએ લખ્યું કે, જ્યારે તમે મિત્રોનું દેવું માફ કરો છો ત્યારે દેશનાં અન્નદાતાનું કેમ નહીં? ખેડૂતોને દેવા મુક્ત બનાવવું એ મોદી સરકારની પ્રાથમિકતા નથી. આ એકદમ અન્યાય છે.
जब मित्रों का कर्ज़ माफ़ करते हो, तो देश के अन्नदाता का क्यूँ नहीं?
किसानों को कर्ज़-मुक्त करना मोदी सरकार की प्राथमिकता नहीं है।
ये सरासर अन्याय है।#WhyBJPhatesFarmers pic.twitter.com/SiUK4kZ8Om
— Rahul Gandhi (@RahulGandhi) July 28, 2021
આ પણ વાંચો- આખલા યુધ્ધ / સુરેન્દ્રનગરના રતનપરમાં બે આખલાના ઝઘડામાં એક આખલો પાણીની ટાંકીમાં પડ્યો : દોરડા વડે બાંધી જેસીબીથી બહાર કઢાયો
આપને જણાવી દઇએ કે, સંસદમાં લેખિત સવાલોનાં જવાબમાં પૂછવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂતોની લોન માફી માટે શું પગલાં લઈ રહી છે. જેના પર નાણાં રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડે જણાવ્યું હતું કે, હાલમાં સરકાર લોન માફી અંગે કોઈ યોજના પર કામ કરી રહી નથી. જો આપણે નાબાર્ડનાં આંકડા જોઈએ તો હાલમાં, ખેડૂતો પર 16.8 લાખ કરોડનું દેવું છે. બીજી તરફ, રાજ્યોની યાદીમાં તમિળનાડુ ટોચ પર છે, જ્યાં ખેડૂતોનું દેવું 1.89 લાખ કરોડ રૂપિયા છે.
