મોટી જાહેરાત/ ઘરનાં કમાઉ સભ્યની કોરોનાથી મોત થાય છે તો સરકાર આપશે પેન્શન

સમગ્ર દેશ કોરોનાને કારણે પીડાઈ રહ્યો છે, ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં, જો કુટુંબનાં કોઈ કમાઉ સભ્યનું મૃત્યુ કોરોનાથી થાય છે…

Top Stories Trending
Untitled 3 ઘરનાં કમાઉ સભ્યની કોરોનાથી મોત થાય છે તો સરકાર આપશે પેન્શન

સમગ્ર દેશ કોરોનાને કારણે પીડાઈ રહ્યો છે, ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં, જો કુટુંબનાં કોઈ કમાઉ સભ્યનું મૃત્યુ કોરોનાથી થાય છે, તો સરકાર તે પરિવારનાં વરિષ્ઠ નાગરિકને પેન્શન આપશે. જમ્મુ-કાશ્મીરનાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આ અંગેની જાહેરાત કરી છે. આ સિવાય રાજ્યમાં કોરોનાની તકલીફ સહન કરનાર પરિવારોને અન્ય ઘણા પ્રકારની સરકારી સહાયની જાહેરાત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા કુલ 8 જાહેરાતો કરવામાં આવી છે, જેના દ્વારા નાગરિકોને રાહત આપવામાં આવશે.

શેર પર સવાશેર / કોંગ્રેસના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટના વિરોધ પર ભાજપનો પલટવાર, કહ્યું છત્તીસગઢમાં બની રહી છે હજારો કરોડની ઇમારત

જમ્મુ-કાશ્મીર વહીવટ વતી નાગરિકો માટે કરવામાં આવેલી ઘોષણાઓ: –

– જે પરિવારનાં એકમાત્ર કમાતા સભ્યનું કોરોનાથી મૃત્યુ થયુ છે, તે વરિષ્ઠ નાગરિકોને માસિક પેન્શન આપવામાં આવશે.

– જે બાળકોએ પોતાના માતા-પિતાનું કોરોનાનાં કારણે મોત થયુ છે, તે બાળકોને સરકાર દ્વારા વિશેષ શિષ્યવૃત્તિની ઘોષણા કરવામાં આવી છે.

– સરકાર એવા પરિવારો સુધી પહોંચીને સ્વરોજગાર માટે આર્થિક સહાય પ્રદાન કરશે કે જેના સભ્યો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.

– જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ તમામ નોંધાયેલા કંન્સ્ટ્રક્શન વર્કર્સ, પાલકીવાળા, પોનીવાળા, પિટુવાળાઓને આવતા 2 મહિના માટે 1000 રૂપિયા માસિક ચૂકવણી કરવાની જાહેરાત કરી છે.

– રેશનકાર્ડ ધારકોને સમયસર અગ્રતા સાથે રાશનની સપ્લાય સુનિશ્ચિત કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી છે.

– મનરેગા, PMAY, લાડલી પુત્રી અને વૃદ્ધ પેન્શનની રકમ તુરંત જ જારી કરવામાં આવશે.

– વૃદ્ધાશ્રમ, અનાથાલયોને રાશન સહિતની અન્ય સરકારી સહાય વહેલી તકે ઉપલબ્ધ કરાશે.

– સરકાર દ્વારા તમામ પાત્ર નાગરિકોને વહેલી તકે રસી લગાવવાનું કહેવામાં આવ્યું છે.

sago str 10 ઘરનાં કમાઉ સભ્યની કોરોનાથી મોત થાય છે તો સરકાર આપશે પેન્શન