શિયાળામાં જો ફટાફટ નાસ્તો બનાવો હોય તો તેની માટે બેસ્ટ છે પનીર બોલ્સ બનાવો. શિયાળામાં ચટપટું અને ગરમાગરમ ખાવાનું મન થાય તો સ્પાઈસી અને કરકરા પનીર બોલ્સ જરૂર બનાવી શકાય છે. આ પનીર બોલ્સ બનાવવામાં ફક્ત 25 મિનિટનો સમય લાગશે અને તેના માટે ઘરમાં રહેલો સામાન જ પૂરતો રહેશે. સ્પાઈસી પનીર બોલ્સમાં પોતાની પસંદના શાકભાજી અને મસાલા મિક્સ કરી શકાય છે.
સામગ્રીઃ 200 ગ્રામ પનીર, 1/4 કપ કાપેલા શિમલા મરચા, 1/4 કપ કાપેલા ગાજર, 1/4 કપ કાપેલી ડુંગળી, 1/2 નાની ચમચી ચીલી ફ્લેક્સ, 1/2 નાની ચમચી ઓરેગાનો, 1 ચમચી લીંબુનો રસ, 1/2 કપ ચોખાનો લોટ, મીઠું સ્વાદ અનુસાર તળવા માટે તેલ.
રીતઃ સૌથી પહેલા પનીરને છીણી લો અથવા તેને હાથથી ક્રશ કરી લો. હવે તેમાં ગાજર, શિમલા મરચું, ડુંગળી, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને લીબુંનો રસ નાખીને મિક્સ કરી લો. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરવાનું છે જેથી બધા ફ્લેવર્સ આરામથી મિક્સ થઈ જાય. હવે તેમાં ઉપરથી ચોખાનો લોટ નાખો. જો તમારી પાસે ચોખાનો લોટ નથી, તો તમે બેસનનો ઉપયોગ પણ કરી શકો છો, છેલ્લે તેમાં મીઠું નાખો. તેને ફરીથી સારી રીતે મિક્સ કરો. તમારે તેને એટલું ઘટ્ટ રાખવાનું છે કે તે મિશ્રણમાંથી નાના-નાના બોલ્સ બની જાય. જો તેમાંથી બોલ્સ નથી બનતા તો તેમાં થોડું પાણી મિક્સ કરી શકો છો. તમારે તેને સારી રીતે દબાવવાના છે, જેથી તળતા સમયે તે ખુલી ન જાય. હવે તમારે તેને તળવાના છે. તમારે તેને ગરમ તેલમાં તળવાના છે પણ ગેસની ફ્લેમ મીડીયમ રાખવાની છે, કારણ કે જો તમે હાઈ ફ્લેમ પર આને તળશો તો તે ઉપરથી તરત જ ગોલ્ડન થઈ જશે અને અંદરથી કાચા રહેશે. તેને પલટતા રહો અને ગોલ્ડન બ્રાઉન થવા પર બહાર કાઢી લો અને તેને સર્વિંગ પ્લેટમાં મૂકી દો. તૈયાર છે પનીર બોલ્સ.
