Alert!/ જો તમારુ ખાતુ પણ આ સરકારી બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે જ છે, જાણો

જો તમારું બેંક ખાતું સરકારી બેંક અલ્હાબાદ બેંકમાં છે, તો તમારા માટે આ મહત્વનાં સમાચાર છે. બેંક ચેક સંબંધિત નિયમોમાં ફેરફાર થવાનો છે.

Top Stories Business
ખાતુ

ફરી એક વખત ચેક સંબંધિત નિયમો બદલાવા જઈ રહ્યા છે. જો તમારું બેંક ખાતું સરકારી બેંક અલ્હાબાદ બેંકમાં છે, તો તમારા માટે આ મહત્વનાં સમાચાર છે. બેંક ચેક સંબંધિત નિયમોમાં ફેરફાર થવાનો છે. ગયા વર્ષે જ સરકારે ઇન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંકનું મર્જર કર્યું હતું, ત્યારબાદ બેંકની ચેકબુક અને IFSC કોડ અને MICR કોડ બદલવામાં આવ્યા હતા.

1 18 જો તમારુ ખાતુ પણ આ સરકારી બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે જ છે, જાણો

આ પણ વાંચો – ગ્રાહકો માટે રાહત! / હવે ATM માં પૈસા નહી હોય તો બેંકે ભરવી પડશે Penalty

બેંકોનાં વિલીનીકરણ બાદ હવે ઈન્ડિયન બેંકનાં ગ્રાહકો અલ્હાબાદ બેંકનાં ગ્રાહક બની ગયા છે. આવી સ્થિતિમાં, ઇન્ડિયન બેંકનાં ખાતાધારકોએ નવી ચેકબુક મેળવવી પડશે, જેમાં નવો IFSC કોડ અને તેમની બેંક શાખાની વિગતો હશે. બેંકે પોતે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. બેંકે ગ્રાહકોને 1 ઓક્ટોબર પહેલા તેમની નવી ચેકબુક મેળવવા માટે કહ્યું છે, અન્યથા તેમને નાણાંની લેવડ-દેવડમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બેંકે કહ્યું છે કે, 1 ઓક્ટોબર પછી ગ્રાહકો જૂની ચેકબુકથી ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. બેંકે ગ્રાહકોને નવી ચેકબુક માટે અરજી કરવાની સરળ રીત જણાવી હતી.

ખાતાધારકો ઇન્ટરનેટ બેન્કિંગ અથવા મોબાઇલ બેન્કિંગ અથવા નેટ બેન્કિંગની મદદથી નવી ચેક બુક માટે સરળતાથી અરજી કરી શકે છે. બેંકે કહ્યું છે કે, જો ખાતા ધારકો ઇચ્છે તો તેઓ બેંક શાખામાં આવીને તેમની નવી ચેકબુક પણ એકત્રિત કરી શકે છે. 1 ઓક્ટોબર પછી ખાતાધારકો તેમની જૂની ચેકબુકનો ઉપયોગ કરી શકશે નહીં. બેંકે સ્પષ્ટતા કરી છે કે 1 ઓક્ટોબરથી જૂની ચેકબુક કામ કરશે નહીં, જેના કારણે ગ્રાહકોને પૈસા ટ્રાન્સફર કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, કોઈ પણ મુશ્કેલીથી બચવા માટે, ડેડલાઈન સમાપ્ત થાય તે પહેલાં તમે નવી ચેકબુક ઇશ્યુ કરાવી લો.

1 17 જો તમારુ ખાતુ પણ આ સરકારી બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે જ છે, જાણો

આ પણ વાંચો – અબજોપતિઓને પણ નડ્યો કોરોના / દેશમાં 100 કરોડ રૂપિયાથી વધુ કમાતા લોકોની સંખ્યા ઘટી – નાણામંત્રીએ માહિતી આપી

આપને જણાવી દઇએ કે, નવી ચેકબુક વિના, તમે ચેક પેમેન્ટ તેમજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં. ઓનલાઇન માધ્યમ દ્વારા કોઈને પણ ભંડોળ મોકલવા માટે તમારે ખાતાધારકનો IFSC કોડ જાણવો આવશ્યક છે. નવી ચેકબુકમાં, તમને એક નવો IFSC કોડ મળશે, જેની મદદથી તમે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી શકો છો. જ્યારે MICR કોડ 9 અંકનો છે, જેની મદદથી બેંકની શાખાને ઓળખવામાં આવે છે. આ અંકોમાં બેંક કોડ, ખાતાની વિગતો, ચેક નંબર જેવી વિગતો હોય છે.