Not Set/ IIFA 2017 એવોર્ડ્સ : શાહિદ, આલિયા શ્રેષ્ઠ કલાકારો ઘોષિત

આઈફા 18 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ન્યૂયોર્કમાં યોજાયો છે. આઈફામાં ‘ઉડતા પંજાબ’નો દબદબો જોવા મળ્યો છે. આ ફિલ્મ માટે શાહિદને બેસ્ટ એક્ટરનો અને આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો તો આ જ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યૂ એક્ટર તરીકેનો એવોર્ડ દિલજીત દોસાંજે જીત્યો છે. શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ સોનમ કપૂર અભિનીત ‘નીરજા’ ફિલ્મે જીત્યો છે. આ ફિલ્મ 80ના દાયકામાં કરાચીમાં […]

Uncategorized

આઈફા 18 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ન્યૂયોર્કમાં યોજાયો છે. આઈફામાં ‘ઉડતા પંજાબ’નો દબદબો જોવા મળ્યો છે. આ ફિલ્મ માટે શાહિદને બેસ્ટ એક્ટરનો અને આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો તો આ જ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યૂ એક્ટર તરીકેનો એવોર્ડ દિલજીત દોસાંજે જીત્યો છે.

શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ સોનમ કપૂર અભિનીત ‘નીરજા’ ફિલ્મે જીત્યો છે. આ ફિલ્મ 80ના દાયકામાં કરાચીમાં એક અપહૃત ફ્લાઈટ પર પ્રવાસીઓને બચાવવાનો પ્રયાસ કરવા જતાં પોતાની જિંદગી ગુમાવનાર એર હોસ્ટેસ નીરજા ભનોતનાં જીવનની સત્યઘટના પરથી બનાવવામાં આવી છે.

‘નીરજા’ ફિલ્મે ઐ દિલ હૈ મુશ્કિલ, એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી, સુલ્તાન, ઉડતા પંજાબને પરાજય આપ્યો છે.

કોને મળ્યો ક્યો એવોર્ડ
વુમન ઓફ ધ યરઃ તાપસી પન્નુ
બેસ્ટ ફિલ્મઃ નીરજા
બેસ્ટ ફિમેલ ડેબ્યૂઃ દિશા પટની(એમ.એસ.ધોનીઃ અનટોલ્ડ સ્ટોરી)
બેસ્ટ મેલ ડેબ્યૂઃ દલજીત દોસાંજ (ઉડતા પંજાબ)
બેસ્ટ એક્ટરઃ શાહિદ કપૂર(ઉડતા પંજાબ)
બેસ્ટ એક્ટ્રેસઃ આલિયા ભટ્ટ(ઉડતા પંજાબ)
બેસ્ટ ડિરેક્ટરઃ અનિરુદ્ધા રોય ચૌધરી(પિંક)
બેસ્ટ સપોર્ટિંગ રોલ મેલઃ અનુપમ ખેર (એમ.એસ.ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી)
બેસ્ટ સપોર્ટિંગ રોલ ફિમેલઃ શબાના આઝમી(નીરજા)
સ્પેશિયલ મેન્શનઃ એ.આર.રહેમાન (ભારતીય સિનેમામાં 25 વર્ષના યોગદાન બદલ)

બેસ્ટ એક્ટર ઈન કોમિક રોલઃવરૂણ ધવન(ઢિશૂમ)
બેસ્ટ પર્ફોર્મન્સ ઈન અ નેગેટિવ રોલઃજીમ સર્ભ(નીરજા)
સ્ટાઈલ આઈકોન ઓફ ધ યરઃ આલિયા ભટ્ટ
વુમન ઓફ ધ યરઃ તાપસી પન્નુ
બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટરઃ પ્રીતમ(એ દિલ હૈ મુશ્કિલ)
બેસ્ટ લિરિસિસ્ટઃ અમિતાભ ભટ્ટાચાર્ય-ચન્ના મેરેયા (એ દિલ હૈ મુશ્કિલ)
બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ અમિત મિશ્રા (એ દિલ હૈ મુશ્કિલ)
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરઃ કનિકા કપૂર(ઉડતા પંજાબ) અને તુલસી કુમાર(એરલિફ્ટ)