Rajkot News/ રાજકોટ મહાનગરપાલિકાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરોને વર્ષે રૂ. 80 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરવામાં આવે છે. પરંતુ 40 વર્ષમાં કોર્પોરેટરો પોતાની ગ્રાન્ટ ક્યાં કામમાં વાપરી શકે તેથી પણ અજ્ઞાન હોવાનું સામે આવ્યું છે. 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટર વર્ષે 80 લાખની ગ્રાન્ટ 71 કામોમાં વાપરી શકે છે. અત્યાર સુધી માત્ર કોર્પોરેટરો બાંકડા, પેવીંગ બ્લોક, સાઈન બોર્ડ, ટ્રી-ગાર્ડ જેવા ગણ્યા ગાંઠ્યા કામ જ થતા કરતા હતા.

જોકે કોંગ્રેસે સત્તાધીશોમે આડેહાથ લીધા અને કહ્યું, RMCમાં વર્ષો થી ભાજપ સત્તા પર છે પણ તેને હવે ખબર પડી કે ગ્રાન્ટ 71 કામોમાં વાપરી શકાય છે જે શરમજનક કહેવાય.અધિકારીઓ કોર્પોરેટરો પાસે 71 કામને બદલે પેવીંગ બ્લોક, સાઈન બોર્ડ, ટ્રી-ગાર્ડ જ કામો કરાવતા રહ્યા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરોને વર્ષે રૂ. 80 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેના થકી કોર્પોરેટર પોતાના વોર્ડમાં વિકાસના કામો કરી શકે છે. રાજકોટ મહાપાલિકાના 18 વોર્ડમાં ચૂંટાયેલા 72 કોર્પોરેટરોને દર વર્ષે પોતાના મત વિસ્તારના છુટક પ્રાથમિક સુવિધાના કામો માટે 20-20 લાખ મળી રૂ. 80 લાખ ખાસ ગ્રાન્ટ આપવામાં આવે છે.

જોકે આજ સુધી BPMC એક્ટનાં નિયમોથી અજાણ કોર્પોરેટરો માત્ર નામ સાથેના સાઇન બોર્ડ, બાકડા, પેવીંગ બ્લોક જેવી પાંચ-સાત કામગીરી જ આ ગ્રાન્ટમાંથી કરતા હતા. ત્યારે આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેને અન્ય પાલિકાઓમાંથી સર્વે કર્યો છે અને જુદા જુદા 71 જેટલા કામ આ ગ્રાન્ટમાંથી થતા હોવાનું સામે આવતા તાત્કાલિક અસરથી આ કામોનું લિસ્ટ જાહેર કરીને અધિકારીઓને તે મુજબના કામ કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી કરવા આદેશો આપ્યા છે.

નગરસેવકોને પણ આ જાણકારી આપી છે. જેને કારણે હવે જીમ, દવાખાના, સીવીક સેન્ટર, સ્વીમીંગ પુલ, શાળા અને સીસીટીવી સહિતનાં કામો માટે ગ્રાન્ટનો ઉપયોગ કરાતા લોકોની સુવિધામાં વધારો થશે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા અનુસાર, નગરસેવકોની ગ્રાન્ટમાંથી રાજકોટમાં મુખ્યત્વે પેવીંગ બ્લોક, સોસાયટીઓ અને રાજમાર્ગોમાં દિશાસૂચક સાઇનબોર્ડ, રહેણાંક વિસ્તારોમાં પેવીંગ બ્લોક સહિતના કામો કરવામાં આવતા હતા.

રાજકોટ મહાનરગપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે આજ સુધી કોર્પોરેટરની ગ્રાન્ટોમાંથી થતાં પાંચથી સાત પ્રકારના કામોના સ્થાને હવે 71 જેટલા કામો કરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયામાં સમયનો વેડફાટ બચી જશે. તો દરેક વોર્ડના કોર્પોરેટર પોતાના વોર્ડમાં વિકાસના કામો કે જે રૂ. 10 લાખની અંદર થતાં હોય તેવા વિવિધ કામો તુરંત કરી શકશે. જેના લીધે વોર્ડના નાના કામોને વેગ પ્રાપ્ત થશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરોને વર્ષે રૂ. 80 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેના થકી કોર્પોરેટર તેના વોર્ડમાં વિકાસના કામો કરી શકે છે. બીપીએમસી એક્ટમાં નિયમ હોવા છતાં અધિકારીઓને આજ સુધી ફક્ત પાંચથી સાત કામો થાય તેવી જાણકારી હતી અને હવે અન્ય મહાનરગપાલિકાઓમાં કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી થતાં કામોની યાદી આવ્યા બાદ 71 કામો ગ્રાન્ટમાંથી થઈ શકે તેમ હોવાનું ખુલ્યું છે.

ત્યારે ચૂંટાયેલા કોર્પોરેટરો અને પદાધિકારીઓ તો ફરતા રહેતા હોય છે. પરંતુ મનપાનાં અધિકારીઓ કે જેઓને બીપીએમસી એક્ટની સંપૂર્ણ જાણકારી હોય છે છતાં આજ સુધી અધિકારીઓએ નેતાઓને અંધારામાં રાખ્યા હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસે સત્તાધીશોને આડેહાથ લીધા હતા અને કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં 5 વર્ષને બાદ કરી મોટાભાગના વર્ષોમ ભાજપનું જ સાશન રહ્યું છે. સત્તાધીશોની અણ આવડતને કારણે કોર્પોરેટરોને ગ્રાન્ટ ક્યાં વાપરવી તેની પણ માહિતી નથી. ચાલુ નાણાકીય વર્ષમાં તો મોટા ભાગે કોર્પોરેટરોની ગ્રાન્ટ પૂરી થવા ઉપર છે.

ગ્રાન્ટ વાપરવા માટેના નિયમો
• કોર્પોરેટરને ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ ફકત પોતાના વોર્ડ પૂરતો કરવાનો રહેશે.
• ફાળવવામાં આવતી ગ્રાન્ટ અંગે પ્રાથમિક સુવિધાના નવા કામો તથા મરામત/જાળવણી કામો જ સુચવી શકાશે.
•આ ગ્રાન્ટમાંથી કોઈ સંસ્થાને અનુદાન કે ગ્રાન્ટ ફાળવી શકાશે નહીં.
• ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો જે તે વર્ષમાં જ ઉપયોગ કરવાનો રહેશે વર્ષ પૂર્ણ થયા બાદ વધતી ગ્રાન્ટનો ઉપયોગ ત્યાર બાદના વર્ષમાં ઉપયોગમાં લઈ શકાશે નહીં.
• જે-તે વર્ષ પૂર્ણ થતા પહેલા લખીને આપેલ હોય તેવી ગ્રાન્ટના વહીવટી કાર્યવાહી બાકી હોય તો તે પૂર્ણ કરવી પડશે.
• કોર્પોરેટરને ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ કોઈ વ્યકિતગત કામ માટે કરી શકાશે નહીં.
• આ ગ્રાન્ટ માત્ર સામુહિક સુવિધાના ઉપયોગ માટે ફાળવી શકાશે.
• કોર્પોરેટર દ્વારા ફાળવાતી ગ્રાન્ટ સામે સુચવવામાં આવેલા કામગીરીની શાખા અધિકારી દ્વારા ખરાઈ થયા બાદ જો જરૂરિયાત જણાય તો મંજૂરી આપવામાં આવશે. બાકી ફેર વિચારણા માટે પરત મોકલવામાં આવશે.
• કોર્પોરેટર દ્વારા સૂચવવામાં આવતા કામ અંગે પોતાના લેટર પેડ ઉપર સહી કરી માંગણી રજૂ કરવાની રહેશે જેમાં કરવાની થતી કામની ચોકકસ જગ્યા(સરનામું) દર્શાવવાનું રહેશે.
• કોર્પોરેટર દ્વારા સૂચવવામાં આવેલ કામ અંગે દિન-15માં જરૂરી વહિવટી કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
• આ મુજબનાં કામોમાં ગ્રાન્ટ વાપરી શકાશે
• સ્લમમાં પાણીના નિકાલ, આરસીસી, જાજરૂ, ડામર રોડ
• નાની શેરી ગલીઓમાં ડામર રોડ
• ટ્રાફિક નિયમન માટે ડિવાઇડર, સ્પીડબ્રેકર, ટ્રાફિક સર્કલ
• જીમ, દવાખાના, સીવીક સેન્ટર, સ્વીમીંગ પુલ, શાળા, લાયબ્રેરી, સ્મશાન, ગાર્ડન
• લાકડા, વોટર કુલર, વોટર પ્યુરીફાયર, વોટર હીટર
• મનપાની મિલ્કતમાં ટયુબલાઇટ, પંખા, થાંભલા, સોલાર લાઇટ
• સોસાયટીઓ, આવાસોમાં પાઇપલાઇન, ફૂટપાથ, પેવીંગ બ્લોક
• શાળાઓમાં પાણી, કમ્પાઉન્ડ વોલ, પંખા, શૌચાલય, પાણીની ટાંકી
• શાળામાં બાલક્રિડાંગણ, આંગણવાડીમાં અંગ કસરતના સાધનો
• ડસ્ટબીન માટે, આંગણવાડી બાંધકામ માટે
• આરોગ્ય વિષયક સાધનો, બગીચાના વિકાસ, ચબુતરા
• અંતિમ ધામોમાં રસ્તા, ગટર, પાણી, દરવાજા
• ફિઝીયો સેન્ટર અને હેલ્થ કલબમાં નવા સાધનો
• શાળા અને મ.ભોજન યોજના માટે પાથરણા, આસન પટ્ટા, બેંચ, કોમ્પ્યુટર ફર્નિચર
• સોસાયટીઓમાં ચાલી વિસ્તારના નાકે બોર્ડ મુકવા
• ઇડબલ્યુએસ કોલોનીમાં લીકેજ પાઇપલાઇનો બદલવા
• સ્માર્ટ આંગણવાડી, શાળાઓમાં સ્પોર્ટસ-શૈક્ષણિક સાધનોની ખરીદી
• વૃક્ષારોપણ, ટ્રી ગાર્ડ, બ્યુટીફીકેશન, પ્લાન્ટ, કુંડા
• માર્ગ-મકાન અને વન વિભાગની જમીનમાં વૃક્ષારોપણ
• ધાર્મિક સંસ્થાઓમાં વોટર કુલર, આરઓ પ્લાન્ટ, ટ્રસ્ટમાં સુવિધાઓ
• પદાધિકારીઓની ગ્રાન્ટમાંથી એસએસના બાકડા, સોલાર લાઇટ
• સ્ટ્રીટલાઇટ, સીસીટીવી જેવી સામુહિક સુવિધાઓ

રાજકોટ મહાપાલિકાના કોર્પોરેટરો પોતાને મળતી રૂ. 80 લાખની ગ્રાન્ટનો ઉપયોગ અત્યાર સુધી માત્ર નામ સાથેના સાઇન બોર્ડ, બાકડા, પેવીંગ બ્લોક જેવી પાંચ-સાત કામગીરી માટે કરતા હતા. હવે ગ્રાન્ટનાં વધુ સદઉપયોગ અને લોકોને લાભ થાય તે માટે 63 સુવિધાના કામોનું નવું લીસ્ટ બનાવવામાં આવ્યું છે.7 હવે વિકાસકામો ઝડપી થતા લોકોની સુવિધાઓ પણ વધશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં નકલી પોલીસ, નકલી જ્જ અને હવે વર્તમાનમાં એક નકલી એડમિશનની બની ઘટના

આ પણ વાંચો: અમરેલીમા અસલી પોલીસની વરદીમા નકલી પોલીસ અધિકારી ઝડપાયો

આ પણ વાંચો: નકલી પોલીસ ગેંગ, કોઈને બળાત્કારી તો કોઈને આતંકવાદી કહીને ખંખેર્યા કરોડો રૂપિયા