Not Set/ IMF ની ચેતવણી, વિશ્વ સદીની સૌથી મોટી આર્થિક મંદી તરફ આગળ વધી રહ્યું છે

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) નાં મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલીના જ્યોર્જિવાએ ગુરુવારે કોરોના વાયરસ ‘કોવિડ 19‘ મહામારીને અભૂતપૂર્વ સંકટ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, આ વર્ષે ‘મહામંદી‘ પછીનો સૌથી મોટો વૈશ્વિક ઘટાડાની આશંકા છે. આઇએમએફ આગામી સપ્તાહે વૈશ્વિક અર્થતંત્ર અને નાણાકીય સ્થિરતા વિશે પોતાનો અહેવાલ જાહેર કરશે. અગાઉ, શ્રીમતી જ્યોર્જિવાએ આ સંકટનો મુકાબલો, વૈશ્વિક અર્થવ્યવસ્થાની પ્રાથમિકતા […]

Business

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) નાં મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલીના જ્યોર્જિવાએ ગુરુવારે કોરોના વાયરસ ‘કોવિડ 19‘ મહામારીને અભૂતપૂર્વ સંકટ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, આ વર્ષે ‘મહામંદી‘ પછીનો સૌથી મોટો વૈશ્વિક ઘટાડાની આશંકા છે.

આઇએમએફ આગામી સપ્તાહે વૈશ્વિક અર્થતંત્ર અને નાણાકીય સ્થિરતા વિશે પોતાનો અહેવાલ જાહેર કરશે. અગાઉ, શ્રીમતી જ્યોર્જિવાએ આ સંકટનો મુકાબલો, વૈશ્વિક અર્થવ્યવસ્થાની પ્રાથમિકતા વિષય પર પોતાના સંબોધન દરમિયાન કહ્યુ કે, આજે દુનિયાની સમક્ષ અભૂતપૂર્વ સંકટ છે. કોવિડ-19 એ સામાજીક અને આર્થિક વ્યવસ્થાઓને વીજળીની ગતિથી એટલા મોટા પાયે નાશ કર્યો છે જે આપણા જીવનકાળમાં જોવા મળ્યો ન હતો. તેમણે તેને 1929-30નાં મહામંદી પછીનું સૌથી મોટું સંકટ ગણાવ્યું હતું. આઇએમએફનાં વડાએ કહ્યું કે, આ સંકટ કેટલું ઉંડો રહેશે અને તે કેટલો સમય રહેશે તે હજુ અનિશ્ચિત છે. જો કે, તે સ્પષ્ટ છે કે 2020 માં વૈશ્વિક અર્થતંત્રમાં મોટો ઘટાડો થશે. અમે મહામંદી પછીની સૌથી મોટી આર્થિક મંદીની આશંકા રાખી રહ્યા છીએ.”

તેમણે કહ્યું કે, જો જૂન સુધીમાં આ સંક્રમણમાં ઘટાડો શરૂ થઇ જાય છે, તો પછીનાં વર્ષે જ અર્થવ્યવસ્થામાં થોડી સુધારણા થશે. જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં બહાર પાડવામાં આવેલા આઇએમએફનાં અહેવાલમાં વર્ષ 2020 માં 160 સભ્ય દેશોમાં માથાદીઠ આવક વધવાનો અંદાજ હતો. હવે આ આંકડો સંપૂર્ણ રીતે પલટાઇ ગયો છે. હવે અમે અનુમાન લગાવ્યું છે કે, આ વર્ષે 170 કરતા વધુ દેશોમાં માથાદીઠ આવક ઘટશે. તેમણે કહ્યું કે, વિકસિત અને વિકાસશીલ બંને દેશો કોરોના સંકટથી પ્રભાવિત થયા છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાને ખરાબ અસર પડી છે – ખાસ કરીને રિટેલ બિઝનેસ, હોસ્પિટાલિટી, પરિવહન અને પર્યટન ક્ષેત્રો પર. આઈએમએફનાં વડાએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનામાં, પોર્ટફોલિયો રોકાણકારોએ વિકાસશીલ અને ઉભરતા અર્થતંત્રોવાળા દેશોથી 100 અબજ ડોલર નિકાળ્યા છે. આ દેશોને હજારો અબજ ડોલરનું વિદેશી દેવું જોઈશે. તેમને તાત્કાલિક સહાયની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.