Not Set/ #કોરોનાવાયરસ/ બ્રિટનનાં વડા પ્રધાન ત્રણ દિવસ બાદ ICU થી બહાર આવ્યાં

કોરોના વાયરસથી સંક્રમિત યુકેનાં વડા પ્રધાન ત્રણ દિવસ બાદ આઇસીયુથી બહાર આવ્યા છે. આ સમાચાર બ્રિટન માટે મોટી રાહત લઇને આવ્યા છે. કોરોનાથી ચેપ લાગ્યાં બાદ, તેમને પહેલા ઘરે સારવાર આપવામાં આવી હતી અને તેમને અલગ રાખવામાં આવ્યા હતા, પરંતુ સ્થિતિ વધુ વણસી જતા લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલનાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ […]

World

કોરોના વાયરસથી સંક્રમિત યુકેનાં વડા પ્રધાન ત્રણ દિવસ બાદ આઇસીયુથી બહાર આવ્યા છે. આ સમાચાર બ્રિટન માટે મોટી રાહત લઇને આવ્યા છે. કોરોનાથી ચેપ લાગ્યાં બાદ, તેમને પહેલા ઘરે સારવાર આપવામાં આવી હતી અને તેમને અલગ રાખવામાં આવ્યા હતા, પરંતુ સ્થિતિ વધુ વણસી જતા લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલનાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સારવાર બાદ તેમને આઈસીયુમાંથી બહાર કાઠવામાં આવ્યા હતા.

કોરોનાથી સંક્રમિત યુકેનાં વડા પ્રધાન બોરીસ જ્હોનસનને આઈસીયુમાંથી રજા આપવામાં આવી છે, તેમની સારવાર હોસ્પિટલનાં ડૉક્ટર્સની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. તેમની હાલતમાં સુધારો થયો છે. તેમને આઈસીયુથી વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. બ્રિટનનાં વડા પ્રધાન તેમજ તેમની ગર્લફ્રેન્ડને પણ કોરોનાનાં લક્ષણો હોવાનું જાણવા મળ્યું છે. જ્હોનસનની ગેરહાજરીમાં, વિદેશ સચિવ ડોમિનિક રાબે તેમનો હવાલો સંભાળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, બ્રિટીશ વડા પ્રધાન બોરીસ જ્હોનસનનો રિપોર્ટ 26 માર્ચનાં રોજ રાત્રે પોઝિટીવ આવ્યો હતો, ત્યારબાદ તેમને પોતાના નિવાસસ્થાનમાં અલગ રાખવામાં આવ્યા હતા. રવિવારે તબિયત લથડતાં તેમને લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને પહેલા વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબિયત લથડતા બીજા દિવસે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્હોનસન આઈસીયુથી બહાર આવ્યા ત્યારે યુએસ રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને તેમને રાહતનો સમાચાર બતાવ્યા હતા. તેમણે લખ્યું કે તે એક મોટા સમાચાર છે કે વડા પ્રધાન બોરીસ જ્હોનસનને આઈસીયુમાંથી બહાર ખસેડવામાં આવ્યા છે. બોરીસ જલ્દી ઠીક થાઓ. આપને જણાવી દઈએ કે, બ્રિટનમાં કોરોના વાયરસને કારણે 24 કલાકમાં 881 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, કોરોના વાયરસને કારણે 8000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. બ્રિટનમાં 65,077 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.