World News/ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે IRCCની ચેતવણી, વર્ક પરમિટના નિયમો તોડશો તો થઈ શકે છે દેશનિકાલ

Canada Work Permit Rules હેઠળ IRCCએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે અભ્યાસ દરમિયાન 24 કલાકથી વધુ કામ કરવાથી વર્ક પરમિટ રિજેક્ટ, કાનૂની કાર્યવાહી અથવા દેશનિકાલ થઈ શકે છે.

World Breaking News
Canada Work Permit Rule

World News: કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે Canada Work Permit Rule અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. ભારતીય વિદ્યાર્થીઓના વર્ક પરમિટ રિજેક્ટ થવાના અહેવાલો બાદ કેનેડાની ઇમિગ્રેશન ઓથોરિટી IRCCએ નિયમોનું પાલન કરવાની કડક ચેતવણી આપી છે. અભ્યાસ દરમિયાન મંજૂર મર્યાદાથી વધુ કામ કરવું અથવા પરવાનગી વિના નોકરી કરવી ગંભીર ઇમિગ્રેશન કાર્યવાહીનું કારણ બની શકે છે.

Canada Work Permit Rule: IRCCએ વિદ્યાર્થીઓ માટે નિયમો કર્યા સ્પષ્ટ

ભારતીય વિદ્યાર્થીઓના વર્ક પરમિટ રિજેક્ટ થવાના કેસો સામે આવ્યા બાદ કેનેડા વર્ક પરમિટ નિયમો (Canada Work Permit Rule)અંગે ઇમિગ્રેશન, રિફ્યુજીઝ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)એ સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરી છે. IRCCએ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ પોતાના સ્ટડી પરમિટમાં દર્શાવેલી તમામ શરતોનું પાલન કરવું ફરજિયાત છે. જો કોઈ વિદ્યાર્થી મંજૂરી વિના કામ કરે અથવા નિયમોનો ભંગ કરે તો ભવિષ્યમાં પરમિટ ન મળવો, કાનૂની કાર્યવાહી અથવા કેનેડામાંથી દેશનિકાલ જેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે.

અભ્યાસ દરમિયાન કેટલા કલાક કામ કરી શકાય?

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ (International Students) માટે IRCCએ સ્પષ્ટ કર્યું છે કે સ્ટડી પરમિટમાં મંજૂરી હોય ત્યારે જ કેમ્પસ બહાર કામ કરી શકાય છે. ક્લાસ ચાલુ હોય તે દરમિયાન વિદ્યાર્થી દર અઠવાડિયે વધુમાં વધુ 24 કલાક કામ કરી શકે છે. આ મર્યાદા કરતાં વધુ કલાક કામ કરવું ઇમિગ્રેશન નિયમોનો ભંગ ગણાશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ વિદ્યાર્થીઓને યાદ અપાવ્યું છે કે પાર્ટ-ટાઇમ કામ પણ માત્ર નિયમો અનુસાર જ કરવું જોઈએ.

નિયમોના ભંગથી થઈ શકે છે ગંભીર કાર્યવાહી

IRCC Guidelines મુજબ નિયમોના ઉલ્લંઘનના ગંભીર પરિણામો આવી શકે છે.

તેમાં સામેલ છે:

ભવિષ્યમાં વર્ક અથવા સ્ટડી પરમિટ રિજેક્ટ થવું

કેનેડામાં પ્રવેશ માટે અયોગ્ય જાહેર થવું

કાનૂની કાર્યવાહીનો સામનો કરવો

દેશનિકાલ (Deportation)ની કાર્યવાહી

IRCCએ વિદ્યાર્થીઓને સત્તાવાર માર્ગદર્શિકા વાંચવા અને તમામ નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે.

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને કાનૂની સલાહ લેવાની અપીલ

પોર્ટેજ કોલેજ (Portage College Update)એ જણાવ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓના વર્ક પરમિટ સંબંધિત મુદ્દે હજુ પણ IRCC પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે. કોલેજે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નીચેના મહત્વપૂર્ણ દસ્તાવેજો પોતાની પાસે સુરક્ષિત રાખવાની સલાહ આપી છે.

સ્ટડી પરમિટ

એડમિશન લેટર (Acceptance Letter)

એનરોલમેન્ટ રેકોર્ડ

પ્રોગ્રામ પૂર્ણ થયાના દસ્તાવેજો

ટ્રાન્સક્રિપ્ટ

PGWP અરજીની વિગતો

IRCCનું રિજેક્શન લેટર

ઇમિગ્રેશન અધિકારીઓ સાથે થયેલો પત્રવ્યવહાર

કોલેજે જણાવ્યું છે કે નવી માહિતી મળતાં જ તમામ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવશે.


આ પણ વાંચો:કેનેડાની વધુ એક અવળચંડાઈ, વિઝાને લઈને ભારત પર કર્યો વધુ એક આક્ષેપ – INDIA AND CANADA

આ પણ વાંચો:દહેગામના યુવક સાથે ₹24.92 લાખની છેતરપિંડી: કેનેડાના સ્ટુડન્ટ વિઝાના બહાને મહિલા એજન્ટ સામે પોલીસ ફરિયાદ

આ પણ વાંચો:ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, અમેરિકામાં હવે F-1 સ્ટુડન્ટ વિઝા માત્ર 4 વર્ષ માટે જ મળશે; ભારતીય વિદ્યાર્થીઓની ચિંતા વધી