Omicron/ કોરોનાના નવા વેરિયન્ટની સુરતમાં અસર, વિદેશથી આવેલા 119 લોકોને કરાયા ક્વોરેન્ટાઈન

સુરતમાં કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’નો ખતરો રોકવા 119 લોકોને ક્વોરેન્ટાઈ કરાયા છે.  હવે સુરતમાં આ વાયરલ ફેલાતો અટકાવવા મનપા તંત્ર એલર્ટ બન્યું છે.

Top Stories Gujarat Surat
કોરોનાના નવા વેરિયન્ટ
  • કોરોનાના નવા વેરિયન્ટની સુરતમાં અસર
  • હીરા ઉદ્યોગકારોની રફ હીરાની ઓનલાઇન ખરીદી શરૂ
  • બે મહિનાથી હીરાની દ.આફ્રિકા જઇ ખરીદતા હતા
  • ફરી એકવખત ઓનલાઇન બ્લાઇન્ટ ખરીદી કરશે

કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી વિશ્વભરના દેશોમાં ફફડાટ ફેલાયો છે. કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’નો પ્રસાર રોકવા દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સુરતમાં કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’નો ખતરો રોકવા 119 લોકોને ક્વોરેન્ટાઈ કરાયા છે.  હવે સુરતમાં આ વાયરલ ફેલાતો અટકાવવા મનપા તંત્ર એલર્ટ બન્યું છે. મનપા દ્વારા વિદેશથી આવેલા મુસાફરોની યાદી તૈયાર કરવામાં આવી છે. જે તમામના RTPCR ટેસ્ટ કરવામાં આવશે.  આ સિવાય છેલ્લા 7 દિવસમાં અન્ય દેશોમાંથી આવેલા લોકોને ક્વૉરન્ટાઈન કરવામાં આવશે.

આ પણ વાંચો :મેફેડ્રોન પાવડર મોકલનાર સપ્લાયર ઝડપાયો, પોલીસ નોંધ્યો ગુનો

કેન્દ્ર સરકારે વિદેશથી સુરત આવેલા લોકોની યાદી રાજય સરકારને સોંપી હતી. આ યાદી સુરત મહાનગરપાલિકાને સોંપવામાં આવી છે. આ યાદી પ્રમાણે કુલ 119 લોકો વિદેશથી આવ્યા છે. આ તમામ લોકોને  ફરજિયાત કવોરન્ટાઈન કરી દેવાય છે અને હવે તેમના આરટીપીસીઆર ટેસ્ટ કરાવાશે. યુ.કે અને આફ્રિકા સિવાયના લોકોના ટેસ્ટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ઘર બહાર નીકળી શકશે નહીં. અન્ય દેશમાંથી આવેલા લોકોના રિપોર્ટના આધારે નિર્ણય કરાશે તેમ મહાનગરપપાલિકા અધિકારીઓનું કહેવું છે. છેલ્લા પાંચ દિવસમાં ઓસ્ટ્રેલિયાથી એક, કેનેડાથી છ, પનામાથી એક, યુકેથી ચાર, યુએસથી 17 એમ કુલ 29 લોકો સુરત આવ્યા છે. સુરત શહેર-જિલ્લામાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. આ પૈકી શહેરમાં 6 કેસ મળ્યા છે તેથી કોરોના કાબૂમાં છે પણ નવા વેરીયન્ટના કારણે લોકોમાં ડર છે.

આફ્રિકન દેશોમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ફેલાયો છે. તેના કારણે સુરત સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોના ઘણા પરિવારો ફસાયા છે. બોત્સવાનામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સુરત, ગણદેવી, અને નવસારીના પરિવારો ચૂંક સમયમાં લગ્નો માટે આવવાના હતાં. આ પરિવારો પણ હાલમાં ફસાઈ ગયા છે. બીજી તરફ બોત્સવાનાથી દિલ્હી-મુંબઈ જતી કતાર અને અમીરાત એરલાઈન્સની ફલાઈટ રદ થઈ છે. બોત્સવાનામાં ફસાયેલા પરિવારો હવે ભારત સરકાર મુંબઈ, દિલ્હી અથવા ડાયરેક્ટ સુરતની સ્પેશિયલ ફ્લાઈટ કરે તેવી માંગણી કરી રહ્યાં છે. કતાર એરલાઈન્સે 30 નવેમ્બર સુધી ફલાઈટ રદ કરી છે.

આ પણ વાંચો :ઉધના વિસ્તારમાં યુવકની હત્યા કરી આરોપીઓએ મૃતદેહ સાથે કર્યું એવું કે…

દક્ષિણ આફ્રીકાના બોટ્સવાનામાંથી રફ ડાયમંડનો મોટો જથ્થો સુરત શહેરમાં DTC મારફતે તેમજ ખાનગી માઇન કંપનીઓ દ્વારા પુરો પાડવામાં આવે છે. આવા સંજોગોમાં દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ દેખાતા હીરા ઉદ્યોગકારોમાં ભયનો માહોલ છે. જો કે, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલના ગુજરાત રિઝનના ચેરમેન દિનેશ નાવડિયાએ દાવો કર્યો છે કે, કોરોનાના નવા વેરિયન્ટની કોઇ અસર સ્થાનિક હીરા ઉદ્યોગ પર નહીં પડે.

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલના ગુજરાત રિઝનના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે COVID19 ની પરિસ્થિતિ વચ્ચે પણ દુબઈ અને બેલ્જીયમમાં માલ જતો હતો અને બીઝનેસ થતો હતો. તેમણે કહ્યું કે આવતા દિવસોમાં આ જ પ્રમાણે ફરી ટ્રેન્ડ શરૂ થશે. તેમણે કહ્યું કે જો બોટ્સવાનામાં લોકડાઉન જેવી પરિસ્થિતિ ઉભી થાય અને ખાણો અને ખાણકામ બંધ થશે તો રફ સપ્લાયમાં સમસ્યા આવી શકે છે.

નવા વેરિયન્ટથી દુનિયાભરમાં હાહાકાર

રસીકરણ અને જરુરી પગલા ભરવામાં આવતા કોરોનાના કેસ પર કાબૂ મળ્યો છે. આવામાં નવા વેરિયન્ટના લીધે હાહાકાર મચ્યો છે. આ અઠવાડિયે પહેલીવાર નવા વેરિયન્ટની ઓળખ દક્ષિણ આફ્રિકામાં થઈ. આ સ્ટ્રેન બોત્સવાના સહિત આસપાસના દેશોમાં ફેલાયો છે. આ સંપૂર્ણ રીતે વેક્સીનેટેડ લોકોને પણ સંક્રમિત કરે છે. કોરોનાના નવા વેરિયન્ટનું નામ B.1.1.529 છે. જેને બોત્સવાના વેરિયન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો :અમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી GST કૌભાંડનો આરોપી નીરજ આર્યા ફરાર

કેન્દ્રએ પણ ભર્યા પગલા

નવા વેરિયન્ટના ખતરાને જોતા ભારત સરકારે પણ ગુરુવારે દક્ષિણ આફ્રિકા, બોત્સવાના અને હોંગકોંગથી આવતા મુસાફરોનું કડક સ્ક્રિનિંગ કરવા માટે કહ્યું હતું. જ્યારે રાજધાની દિલ્હીમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સોમવારે મહત્વની બેઠક કરશે. જ્યાં અન્ય બાબતોની સાથે નવા વેરિયન્ટ B.1.1.529 અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

અમદાવાદમાં 4 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ નથી લીધો

કોરોના સંક્રમણના નવા વેરિયન્ટ વચ્ચે અમદાવાદમાં ચિતાજનક વાત સામે આવી છે. અહીં ઓછામાં ઓછા 4 લાખ લોકો પાત્રતા હોવા છતાં હજુ રસીના બીજો ડોઝ લીધો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સ્વાસ્થ્ય અધિકારી ડૉ. ભવિન સોલંકીએ કહ્યું કે 100% ટીકારણ સુનિશ્ચિત કરવા માટે AMCએ એ લોકોની ઘરે-ઘરે જઈને સર્વેક્ષણ શરુ કર્યું છે જેથી કોણે રસી નથી લીધી તેની મહિતી એકઠી કરી શકાય.

આ પણ વાંચો :પાટનગર ગાંધીનગર ખાતે દારૂની મહેફિલ માણતા યુવક-યુવતીઓ ઝડપાયા

આ પણ વાંચો :કોરોનાના નવા વેરીએંટ ઓમિક્રોનની દહેશત વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022 યોજાશે ..?