Not Set/ રોબર્ટ વાડ્રાની તબિયતમાં સુધાર, પોસ્ટ લખી કહ્યું – ટૂંક સમયમાં હું ઠીક થઈશ

કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની નોઇડાni મેટ્રો હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. તેમને કમર અને પગમાં દુખાવાની ફરિયાદ છે. કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની સારવાર ચાલી રહી છે. તેને કમર અને પગમાં દુખાવાની ફરિયાદ છે. અત્યારે તેની હાલત સુધાર પર […]

Top Stories India

કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની નોઇડાni મેટ્રો હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. તેમને કમર અને પગમાં દુખાવાની ફરિયાદ છે.

કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની સારવાર ચાલી રહી છે. તેને કમર અને પગમાં દુખાવાની ફરિયાદ છે. અત્યારે તેની હાલત સુધાર પર  છે. ખુદ રોબર્ટ વાડ્રાએ ફેસબુક પોસ્ટ લખીને આ માહિતી આપી હતી. વાડ્રાએ લખ્યું, ‘હું હવે સ્વસ્થ છું અને મને થોડા દિવસો માટે આરામ કરવાનું કહેવામાં આવ્યું છે. હું જલ્દી ઠીક થઈશ. ‘

રોબર્ટ વાડ્રાને ઉત્તર પ્રદેશના નોઈડાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીઠમાં ભારે દુખાવો થયાની ફરિયાદ બાદ વાડ્રાને સોમવારે બપોરે નોઈડાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સિનિયર ઓર્થોપેડિક સર્જન દ્વારા હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી રહી છે. સોમવારે તેમની પત્ની અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા હોસ્પિટલમાં રાતોરાત રોકાઈ હતી. મંગળવારે સવારે તેણીએ માતાના મત વિસ્તાર રાયબરેલી જવા માટે નીકળ્યા હતા.  ત્યાં તે પાર્ટી કાર્યકરો સાથે ત્રણ દિવસીય વર્કશોપમાં ભાગ લઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.