Not Set/ કાશ્મીર મુદ્દે ઇમરાનની શરણાગતિ, કહ્યું -સાચું કહું તો, વિશ્વનો સાથ ના મળ્યો

જો આઠ મિલિયન યુરોપિયનો અથવા યહૂદીઓ અથવા તો માત્ર આઠ અમેરિકનોને આ રીતે બંદી બનાવવામાં આવ્યા હોત તો….  તો શું વિશ્વની આજ પ્રતિક્રિયા હોત? પરંતુ અમે ભારત પર દબાણ ચાલુ રાખીશું. જુદા જુદા વૈશ્વિક ફલક પર કશ્મીર મુદ્દે નિષ્ફળતા બાદ ઇમરાન ખાને હવે શરણાગતિ સ્વીકારી લીધી છે. તેમણે સ્વીકાર્યું છે કે, પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ […]

Top Stories World
  • જો આઠ મિલિયન યુરોપિયનો અથવા યહૂદીઓ અથવા તો માત્ર આઠ અમેરિકનોને આ રીતે બંદી બનાવવામાં આવ્યા હોત તો….  તો શું વિશ્વની આજ પ્રતિક્રિયા હોત? પરંતુ અમે ભારત પર દબાણ ચાલુ રાખીશું.

જુદા જુદા વૈશ્વિક ફલક પર કશ્મીર મુદ્દે નિષ્ફળતા બાદ ઇમરાન ખાને હવે શરણાગતિ સ્વીકારી લીધી છે. તેમણે સ્વીકાર્યું છે કે, પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ આપવાના પ્રયાસોમાં સદંતર નિષ્ફળ ગયું છે. ઇમરાન ખાને મંગળવારે કહ્યું કે તેઓ આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયથી ઘણા નિરાશ છે.

ઇમરાન ખાન આંતરરાષ્ટ્રીય સમુદાયથી નિરાશ છે, કાશ્મીર મુદ્દે દુનિયાને મનાવવામાં નિષ્ફળ

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને વિશ્વના ઘણા દેશોની સામે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ તેમને સર્વત્ર હારનો સામનો કરવો પડ્યો છે. જુદા જુદા વૈશ્વિક ફલકથી નિરાશ થયા બાદ, ઇમરાને હવે હાર માની લીધી છે. તેમણે સ્વીકાર્યું છે કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ આપવાના પ્રયત્નોમાં નિષ્ફળ ગયું છે. ઇમરાન ખાને મંગળવારે કહ્યું કે તેઓ આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયથી નિરાશ છે.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ફલક પર પાકિસ્તાને ઘણી વાર કાશ્મીર મુદ્દે પરાજિત થવું પડ્યું છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદ પાકિસ્તાન ઘણું રઘવાયું બનેલું છે.  તેણે વિશ્વના ઘણા દેશોને ભારત વિરુધ્ધ કાર્યવાહી કરવા માટે હાથ લાંબા કર્યા હતા. પરંતુ તેને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ઇમરાને કહ્યું કે હું આંતરરાષ્ટ્રીય સમુદાયથી નિરાશ છું. જો આઠ મિલિયન યુરોપિયનો અથવા યહૂદીઓ અથવા તો માત્ર આઠ અમેરિકનોને આ રીતે બંદી બનાવવામાં આવ્યા હોત તો….  તો શું વિશ્વની આજ પ્રતિક્રિયા હોત? પરંતુ અમે ભારત પર દબાણ ચાલુ રાખીશું.

તેમણે કહ્યું કે એકવાર કાશ્મીરથી કર્ફ્યુ હટાવ્યા બાદ અલ્લાહ જાણે છે કે તેના પછી શું થશે. તમને લાગે છે કે કાશ્મીરીઓ શાંતિથી સ્વીકારી લેશે. ઇમરાને આ વાત પાકિસ્તાની પત્રકારોને કહી હતી.  આ સમય દરમિયાન, તેમની સાથે વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશી પણ હાજર હતા.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી અને ઇમરાન ખાન બંને યુએનજીએ માટે ન્યૂયોર્કમાં છે. બંને નેતાઓએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી. ટ્રમ્પે પણ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાની તેમની ઑફરને  નવેસર થી રેખાંકૃત કરીને જણાવ્યુ હતું કે, જો બંને દેશો દ્વારા મધ્યસ્થા માટે કહેવામા આવશે ત્યારે જ તેઓ મધ્યસ્થી તરીકે ભૂમિકા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.