પશ્ચિમ બંગાળના મેદિનીપુર જિલ્લામાં પોલીસે એક રાજકારણી પાસેથી લાખો રૂપિયાની રોકડ રિકવર કરી છે. મોડી રાત્રે જિલ્લા પોલીસ દ્વારા ખડગપુરની એક હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં અગ્નિમિત્રા પોલની નજીકના ભાજપના નેતા પાસેથી 35 લાખ રૂપિયા મળી આવ્યા હતા. આ મામલે TMCનેતાઓએ ભાજપ પર નિશાન સાધતા નાણાંનો દુરુપયોગ કરાતો હોવાનો આક્ષેપ કર્યો.
https://x.com/kirtiazaad/status/1792359682788717004?s=48
સૂત્રોએ જણાવ્યું કે ભાજપના આ નેતાનું નામ સમિત મંડલ છે. તેમની પાસેથી મળી આવેલી લાખો રૂપિયાની રોકડની તસવીરો સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી દરમિયાન સમિત મંડલ ખડગપુરમાં હતો. ખડગપુર એ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં સ્થિત એક ઔદ્યોગિક શહેર છે.
જણાવી દઈએ કે આજે લોકસભા ચૂંટણીમાં પાચમા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આજે ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આજે મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓરિસ્સાની પાંચ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની એક-એક બેઠક પર મતદાન થશે. પાંચમા તબક્કામાં સૌથી ઓછી બેઠકો (49) પર મતદાન થવાનું છે. ઓરિસ્સા વિધાનસભાની બાકીની 35 બેઠકો પર પણ આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા પાસેથી લાખો રુપિયા મળી આવતા સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં 3 નવા ક્રિમિનલ કાયદાઓ પર આજે સુનાવણી, અરજદારની અપીલ ‘સંસદમાં ચર્ચા વગર કરાયું બિલ પાસ’
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024 Live: 9 વાગ્યા સુધીમાં 10.28 % મતદાન
