Not Set/ રાજકોટમાં એક જ દિવસમાં 300 લોકોના ખાતામાં રૂપિયા દોઢ કરોડ જમા થયા

આજે બપોર સુધીમાં 144 જેટલા લાભાર્થીઓના ખાતામાં કોરોના સહાયની રકમ જમા થઈ ગઈ હતી. આ ઉપરાંત બપોર બાદ પણ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા વધુ દોઢ સો જેટલા લોકોમાં ખાતામાં સહાયની રકમ જમા કરી છે. 

Gujarat Rajkot

રાજયમાં  કોરોના ની બીજી લહેર ભયાનક જોવા મળી હતી. જેમાં  લખો લોકોએ પોતાના જીવ ગુમવાયા છે . ત્યારે  સરકાર દ્વારા સહાય  કરવાના  રૂપે   રાજ્યમાં  આ યોજના  બહાર પાડવામાં  આવેલી  છે  ત્યારે સરકાર  દ્વારા આ  યોજના ના ફોર્મ  કાલથી જ  મળવાના શરૂ કરાયા  હતા.  જેમાં  રાજકોટ જિલ્લો કોરોનાની સહાય વિતરણમાં પ્રથમ ક્રમે  જોવા મળ્યો . એક જ દિવસમાં 300 મૃતકોના પરિવારજનોના ખાતામાં દોઢ કરોડ રૂપિયા જમા થઈ જતા પરિવારજનોએ કલેકટરની કામગીરીને બિરદાવી તેઓનો આભાર માન્યો છે. તેમજ સ્ટાફે નોન સ્ટોપ સવારે 4 વાગ્યા સુધી કામગીરીનો ધમધમાટ ચલાવ્યો હતો.

આ પણ વાંચો ;બનાસકાંઠા / CMને ધમકી આપનાર કથાકાર બટુક મોરારીની અટકાયત

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સરકાર તરફથી રૂ. 50 હજારની સહાય આપવાની કામગીરી ચાલી રહી છે. આ માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં મામલતદાર કચેરીઓમાં ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યા છે. સાથે ભરાયેલા ફોર્મ પરત લેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 1 હજારથી વધુ ફોર્મ વિતરણ કરી દેવામાં આવ્યા છે. જેમાંથી 450 જેટલા ફોર્મ ભરાઈને તંત્રને પરત મળી ગયા છે.

આ પણ વાંચો ;શેરબજાર / કોરોનાના નવા વેરિઅન્ટની શેરબજાર પર અસર,સેન્સેક્સમાં 1687 પોઈન્ટનો કડાકો

જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા ગઈકાલે જ જાહેરાત કરી દેવામાં આવી હતી. કે કોરોના સહાયની ગ્રાન્ટ જિલ્લા તંત્રને મળી ગઈ છે. આવતીકાલથી વિતરણ શરૂ કરી દેવાશે. તેઓએ ગઈકાલે જેમ જણાવ્યું તેમ આજથી સહાય વિતરણ શરૂ થઈ ગઈ છે. આ માટે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની આગેવાનીમાં ટીમોએ સવારે 4 વાગ્યા સુધી નોન સ્ટોપ કામગીરી કરી હતી.જેના પગલે આજે બપોર સુધીમાં 144 જેટલા લાભાર્થીઓના ખાતામાં કોરોના સહાયની રકમ જમા થઈ ગઈ હતી. આ ઉપરાંત બપોર બાદ પણ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા વધુ દોઢ સો જેટલા લોકોમાં ખાતામાં સહાયની રકમ જમા કરી છે.