ગુજરાતભરમાં હાલમાં ગણેશજી બિરાજમાન છે. જુદા જુદા મંડળો દ્વારા ઠેરઠેર ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. ગણેશ પંડાલોમાં જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે ઉના ખાતે ગણેશ પંડાલમાં એક અનોખા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ મંડળ દ્વારા ગણપતિ પંડાલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉના ગોપાલ ની વાડી પાસે છેલ્લા 12વર્ષથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા મિત્રમંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે આ વખતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા મિત્રમંડળ ના પ્રમુખ બનટીભાઈ અને તેની ટીમ દ્વારા લોકો ઉપયોગી કાર્ય કરવામાં આવ્યુ છે.
શ્રી છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા મિત્રમંડળ દ્વારા કરેલ ગણેશજીની સ્થાપનાના પંડાલમાં બલ્ડ ડોનેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બલ્ડ ડોનેશ કેમ્પમાં 51 જેટલા લોકો એ બલ્ડ ડોનેટ કરી અને આ સેવા ના કાર્ય ના સહભાગી બન્યા હતા .
ત્યારે ઉના નગરપાલિકા ના પુર્વ પ્રમુખ ના પુત્ર અને હાલ ના વોર્ડ નંબર 8 ના સદસ્ય.અને એસી ગુર્પ ના આગેવાન મનોજ ભાઈ બાંભણીયા.એ ખાસ હાજરી આપી હતી અને એસી ગુર્પ ના યુવાનો એ બલ્ડ ડોનેશ કર્યું હતું.
