પક્ષ પલટો/ બંગાળમાં ધારાસભ્ય તન્મય ઘોષની ટીએમસીમાં ઘરવાપસી કરતાં ભાજપને વધુ એક ફટકો

ટીએમસી  પહેલાથી જ ઘણા નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી ચૂકી છે, તે હવે ભાજપમાંથી વિષ્ણુપુરના ધારાસભ્ય તન્મય ઘોષને પાર્ટીમાં સામેલ કર્યા છે

India

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસીએ ભાજપને વધુ એક ઝટકો આપ્યો છે.ટીએમસી  પહેલાથી જ ઘણા નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી ચૂકી છે, તે હવે ભાજપમાંથી વિષ્ણુપુરના ધારાસભ્ય તન્મય ઘોષનેપાર્ટીમાં સામેલ કરવામાં સફળ થઈ છે. તન્મય ઘોષ સોમવારે ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયા. ટીએમસીમાં જોડાયા બાદ ઘોષે આરોપ લગાવ્યો કે ભાજપ બદલો લેવાની રાજનીતિ કરે  છે.

ઘોષે દાવો કર્યો હતો કે, ભાજપ પશ્ચિમ બંગાળના લોકોમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહી હતી, જેના કારણે તેઓ ટીએમસીમાં જોડાયા હતા. તેમણે કહ્યું, ‘હું દરેકને પશ્ચિમ બંગાળના કલ્યાણ માટે ટીએમસીમાં જોડાવા વિનંતી કરું છું. મુખ્યમંત્રી મમતા બેનર્જીના હાથ મજબૂત કરવાની જરૂર છે. ઘોષે આરોપ લગાવ્યો કે ભાજપ બદલો લેવાની રાજનીતિ કરી રહી છે અને રાજ્યમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે.

ઘોષ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસો પહેલા માર્ચમાં ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા હતા. અગાઉ, ઘોષ ટીએમસી ની યુવા પાંખ બાંકુરા જિલ્લાના બિષ્ણુપુર શહેરના પ્રમુખ હતા અને સ્થાનિક નાગરિક સંસ્થાના કાઉન્સિલર પણ હતા. ઘોષને પાર્ટીમાં આવકારતા રાજ્યના શિક્ષણ મંત્રી બ્રત્યા બાસુએ કહ્યું કે ભાજપ ચૂંટણી બાદ ટીએમસી થી બદલો લેવાનો પ્રયાસ કરી રહી છે. અમે રાજકીય રીતે ભાજપ સામે લડીશું, એમ તેમણે જણાવ્યું હતું. તે પશ્ચિમ બંગાળના લોકોને હલકી ગુણવત્તાવાળો બનાવવાનો પ્રયાસ કરી રહી છે. બાસુએ કહ્યું કે ભાજપના ઘણા નેતાઓ ટીએમસીના સંપર્કમાં છે.