Bengaluru/ બેંગલુરુમાં વિધાનસભાની નજીકથી જ તસ્કરો આખેઆખું બસ સ્ટેન્ડ જ ઉઠાવી ગયા

બેંગલુરૂમાં ચોરીની અનોખી ઘટના

India
YouTube Thumbnail 9 1 બેંગલુરુમાં વિધાનસભાની નજીકથી જ તસ્કરો આખેઆખું બસ સ્ટેન્ડ જ ઉઠાવી ગયા

બેંગલુરૂમાં ચોરીની અનોખી ઘટના સામે આવી છે. અહીં પોલીસ કમિશ્નર અને વિધાનસભાથી નજીક આવેલા એક બસ સ્ટેન્ડને તસ્કરો ઉઠાવી ગયા હતા. વિધાનસભા અને પોલીસ કમિશ્નરની નજીક હોવાથી વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત હોય છે એવામાં તસ્કરોની આ હિંમત જોઇ પોલીસ પણ બે ઘડી મોઢામાં આંગળા નાખી દીધા હતા.

મળતી માહિતી મુજબ, બેંગલુરૂમાં તસ્કરો કમિશ્નર અને વિધાનસભાથી નજીક કનિંઘમ રોડ પર એક બસ સેલ્ટર (અહીં બસ પીકઅપ સ્ટેન્ડ સમજવું) ઉઠાવી ગયા હતા. આ સેલ્ટરની કિંમત લગભગ 10 લાખ રૂપિયા છે. નવાઇની વાત તો એ છે કે BMTCએ આ બસ સેલ્ટરને હજુ એક અઠવાડિયા પહેલા જ વિધાનસભાની નજીક લગાવ્યું હતું. BMTCએ અને બસ શેલ્ટર બનાવતી કંપનીના અધિકારી એન રવિ રેડ્ડીએ 30 સપ્ટેમ્બરે હાઈ ગ્રાઉન્ડમાં શેલ્ટરની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

બસ સ્ટેન્ડ કનિંઘમ રોડ પર બનાવવામાં આવ્યું છે જે ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે. BMTCનું બસ સ્ટેન્ડ બનાવતી કંપનીના અધિકારીઓએ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 379 હેઠળ કેસ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. 21મી ઓગસ્ટે કનિંઘમ રોડ પર ખાસ બસ શેલ્ટર બનાવ્યું છે.