Not Set/ ચીનમાં યુવકે કારને ભીડ પર ચઢાવી દેતા પાંચ લોકોનાં મોત

કાર ચાલકે ભીડ પર કાર ચલાવી દેતા પાંચના મોત

World
china 1 ચીનમાં યુવકે કારને ભીડ પર ચઢાવી દેતા પાંચ લોકોનાં મોત

ચીનના એક યુવકને રોકાણનાં નુકશાન થતાં તે ગુસ્સે થયો હતો અને તેણે પોતાની કાર લોકોની ભીડ પર ચઢાવી દીધી હતી ,આ ઘટનામાં પાંચ લોકોના મોત નિપજ્યા છે.દલિયાન શહેરના જન સુરક્ષા બ્યુરોએ જણાવ્યું હતું કે શનિવારની મોડી રાત્રે એક વ્યક્તિએ પોતાની કાળા કલરની કારને રસ્તો ઓંળગતી ભીડ પર ચઢાવી દીધી હતી. અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

સરકારી સમાચાર એજન્શી શિન્હુઆએ જાણકારી આપી હતી કે ચાર લોકોની મોત થઇ ગઇ છે અને એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થઇ ગયું હતું. આ ઉપરાંત ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર ચાલી રહી છેે. લિયૂ ુપનામવાળા વાહન ચાલકની ધપરકડ કરી લેવામાં આવી છે.