અમદાવાદ,
અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેરઠેર છૂટથી દારૂ વેચાઈ રહ્યો છે, તાજેતરમાં જ સુરતની એક હોટલમાંથી 21 મહિલાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગઈ હતી ત્યારબાદ હવે અડાલજના એક ફાર્મ હાઉસમાંથી વિસ્મય શાહના સંબંધી આશિષ શાહના ફાર્મ હાઉસ પર મહેફિલ જામી હતી.
મેડીકલ તપાસ માટે તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દારુ પીનારા પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધી એ કહેવત મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દારૂબંધીનો ચુસ્ત અમલ કરવાનું આશ્વાસન મુખ્યમંત્રીને આપ્યું છે જો કે અમદાવાદ હોય કે સુરત કે હોય વડોદરા માલદાર પરિવારોના આ નબીરાઓ કાયદાને ખિસ્સામાં લઈને ફરે છે તેઓને પ્રોત્સાહન આપે છે તેમના જ માતાપિતા.
