Not Set/ હૈતીમાં બાઇકર્સ બન્યા કાળ, એક બાઇક સવારને બચાવવામાં 60 લોકો જીવતા સળગ્યા

અકસ્માતની ચિંતાજનક સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શહેરની હોસ્પિટલો ઘાયલોની સારવાર માટે ઓછી પડી ગઇ છે. સરકારે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

Top Stories World

ઉત્તર હૈતીમાં ઇંધણ વહન કરતી ટ્રકમાં વિસ્ફોટ થતા 60 થી વધુ લોકો માર્યા ગયા છે અને ડઝનેક ઘાયલ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, વિસ્ફોટ હૈતીનાં ઉત્તરી બંદર શહેર કેપ-હૈતીનમાં થયો હતો, વડાપ્રધાન એરિયલ હેનરીએ મંગળવારે ટ્વીટ કરીને સરકાર વતી હૈતીનાં લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પીડિતોની યાદમાં ત્રણ દિવસનાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવામાં આવશે.

આ પણ વાંચો – મોતની આગ /  રાજકોટમાં લાઇટ જતાં પિતાએ દીવાસળી સલગાવતા આચનક લાગી આગ, બાળકીનું મોત

આપને જણાવી દઇએ કે, અકસ્માતની ચિંતાજનક સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શહેરની હોસ્પિટલો ઘાયલોની સારવાર માટે ઓછી પડી ગઇ છે. સરકારે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. કહેવાય છે કે એક બાઇક ચાલકને બચાવવાનાં પ્રયાસમાં ઇંધણનું ટેન્કર પલટી ગયું હતું. હૈતીમાં બાઈકર્સ એક મોટી સમસ્યા છે. જણાવી દઇએ કે, હૈતીમાં બાઈકર્સ દ્વારા અવાર-નવાર અકસ્માતો સર્જાય છે. વડા પ્રધાન એરિયલ હેનરીએ જણાવ્યું હતું કે, હૈતીમાં બાઈકર્સ દ્વારા થતા અકસ્માતો મોટી સમસ્યા છે. શહેરમાં 2018માં મોટરસાઇકલ માટે અલગ લાઇન બનાવવાની યોજના હતી.

એવું કહેવાય છે કે એક મોટરસાઇકલને બચાવવાનાં પ્રયાસમાં ઇંધણનું ટેન્કર પલટી ગયું હતું. દુર્ઘટનામાં મૃતદેહો એટલી ખરાબ રીતે દાઝી ગયા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. ઇંધણનું ટેન્કર પલટી જતાં સેંકડો લોકો ઢોળાયેલા તેલને જમા કરવા માટે એકઠા થયા હતા. જ્યારે આ લોકો કન્ટેનરમાં ભરી રહ્યા હતા, તે જ સમયે ટેન્કરમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી. વડા પ્રધાન એરિયલ હેનરીએ જણાવ્યું હતું કે મોટા ભાગનાં મૃતદેહો ખૂબ જ બળી ગયા હતા, તેથી તેમની ઓળખ કરવી પણ અત્યારે મુશ્કેલ છે.

https://twitter.com/my_truth_post/status/1470773725851181061?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1470773725851181061%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.crimetak.in%2Fcrime-tak-special%2Fworld-crime%2Ffuel-truck-explosion-in-haiti-kills-many

આ પણ વાંચો – શું આ જિંદગીની પરીક્ષા? /  રાજકોટમાંથી યુવાનો માટે સામે આવ્યો આંખ ઉઘાડનારો કિસ્સો, વાંચીને તમે પણ..

હૈતીમાં વીજળીની તીવ્ર અછત છે. તેથી જ લોકો જનરેટર સાથે કામ કરે છે. હાલત એ છે કે રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સમાં પણ માત્ર થોડા કલાકો માટે જ વીજળી આવે છે. હૈતીમાં ફ્યૂઅલ માફિયા સક્રિય છે. સ્થાનિક મીડિયા અનુસાર, કેપ-હૈતિયનનાં પૂર્વ છેડે આવેલા સનમારી વિસ્તારમાં મધરાતની આસપાસ પેટ્રોલ ભરેલી ટ્રક પલટી ગઈ હતી.