કૃષિ આંદોલન/ હરિયાણામાં ખેડૂતોએ રોકી ટ્રેન, ટ્રેક પર ખુરશી લઇને બેઠા જોવા મળ્યા

દેશનાં ઘણા ભાગોમાં બંધની અસર દેખાઈ રહી છે. રાજધાની દિલ્હી, ગુરુગ્રામ અને નોઈડા સહિત ઘણા મોટા શહેરોમાં નેશનલ અને સ્ટેટ હાઈવે બ્લોક કરવામાં આવ્યા છે.

Top Stories India

ગયા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતોનાં આંદોલનને 10 મહિના થઈ ગયા છે. આ પ્રસંગે સંયુક્ત કિસાન મોરચાએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ સમય દરમિયાન લોકોને સ્વૈચ્છિક રીતે બધું બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. કિસાન મોરચાનો દાવો છે કે લગભગ 100 સંસ્થાઓ તેમાં ભાગ લઈ રહી છે. સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ સમય દરમિયાન હોસ્પિટલ, મેડિકલ સ્ટોર્સ, રાહત અને બચાવ કામગીરી સહિત તમામ આવશ્યક સેવાઓને છૂટ આપવામાં આવી છે. ખેડૂતોનાં ભારત બંધને જોતા દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સ્થળે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. જો કે આ વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે, ખેડૂતોએ પહેેલા પંજાબ અને હવે હરિયાણામાં રેેલ્વે રોકી છે.

આ પણ વાંચો – વરસાદ / ભારે વરસાદનાં કારણે અમદાવાદમાં Visibility થઇ ઓછી, નીંચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

દેશનાં ઘણા ભાગોમાં બંધની અસર દેખાઈ રહી છે. રાજધાની દિલ્હી, ગુરુગ્રામ અને નોઈડા સહિત ઘણા મોટા શહેરોમાં નેશનલ અને સ્ટેટ હાઈવે બ્લોક કરવામાં આવ્યા છે. ઘણા માર્ગો ડાયવર્ટ કરવા પડ્યા છે. ટ્રેનની અવરજવર પર પણ અસર પડી છે. દિલ્હીથી જતી ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. પંજાબ અને હરિયાણામાં પ્રદર્શનકારીઓ ટ્રેન રોકી રહ્યા છે. થોડા સમય પહેલા સંયુક્ત કિસાન મોરચા વતી પ્રદર્શનકારીઓએ હરિયાણાનાં બહાદુરગઢ રેલવે સ્ટેશનને ઘેરી લીધું હતું. જ્યાં તેઓએ ભારત બંધનાં એલાન પર રેલ્વે ટ્રેક પર બેસીને વિરોધ શરૂ કર્યો હતો. તેવી જ રીતે ડેરાબસ્સી પંજાબમાં કેટલાક લોકોએ રેલ્વે ટ્રેક જામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. લોકોએ રેલ પર ખુરશીઓ મૂકી બેસી ગયા હતા અને ખોરાક અને આ દરમિયાન તેમણે પાણીની વ્યવસ્થા પણ કરી હતી. ભારતીય કિસાન યુનિયનનાં એક પદાધિકારીએ જણાવ્યું હતું કે, આજે વિરોધ કરી રહેલા ખેડૂતોએ સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી ચક્કાજામ અને વિરોધ કરવાની યોજના બનાવી છે. તેમણે કહ્યું કે, અમે ખુશ છીએ કે આ બંધની અસર દિલ્હી-હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યા છે.

આ પણ વાંચો – Covid-19 / વિશ્વમાં કોરોનાથી 47.4 લાખ લોકોનાં મોત, ભારતમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત

સમાચાર એજન્સીએ ખેડૂતોનાં ભારત બંધ દરમિયાન રસ્તા પર બેઠેલા ખેડૂત નેતાઓનાં ફોટા જારી કર્યા છે. દિલ્હીમાં દરેક જગ્યાએ ભારે ટ્રાફિક જામ છે. અહીંથી નિકળતી ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. હૈદરાબાદ-બેંગલુરુમાં પણ વિરોધ થઈ રહ્યો છે. ઉત્તર રેલવે દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારત બંધને કારણે અંબાલા અને ફિરોઝપુર ડિવિઝનમાં લગભગ 25 ટ્રેનો ખોરવાઈ ગઈ છે. લોકો રેલ્વે ટ્રેક પર બેઠા હોવાથી દિલ્હી, અંબાલા અને ફિરોઝપુર ડિવિઝનમાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. દિલ્હી વિભાગમાં 20 થી વધુ સ્થળોએ જામ લગાવવામાં આવી રહ્યા છે.