Not Set/ મહારાષ્ટ્રમાં BJPએ બદલી રણનીતિ, સરકાર પલટાવવાની રણનીતિ પર શરૂ કર્યું કામ

ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે સચિન વઝેના પ્રકરણને કારણે NCPની છબી ફરી એકવાર સિંચાઈ કૌભાંડની જેમ ખરાબ થઈ ગઈ છે

India

મહારાષ્ટ્રમાં ચાલતા હાઈ વોલ્ટેજ ડ્રામામાં હવે નવો વળાંક આવ્યો છે અને આ તમામ વચ્ચે મહારાષ્ટ્રમાં 100 કરોડની વસૂલાત, ટ્રાન્સફરના નામ પર લાંચ અને આ તમામ વચ્ચે મહારાષ્ટ્ર સરકાર પર દબાણ વધી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં 100 કરોડની વસૂલાત, ટ્રાન્સફરના નામ પર લાંચ અને વિપક્ષના 100 સવાલમાં ઘેરાયેલી મહાવિકાસ અઘાડી સરકાર પર વિપક્ષનું સતત દબાણ વધી રહ્યું છે. રાજકીય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાવવા માટેની જાળ લગભગ પાથરી દેવામાં આવી છે. 2 મેના રોજ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પરિણામોની જાહેરાત પછી કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર રાષ્ટ્રપતિશાસન લાવવાનો ભાજપનો પ્રયત્ન છે.નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આ જ કારણ છે કે ભાજપ સતત વિવિધ મુદ્દાઓ ઊભારીને રાજ્યમાં કાયદો- વ્યવસ્થા ખરાબ હોવાનો માહોલ ઊભો કરવાની તૈયારી કરી રહી છે.

ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે સચિન વઝેના પ્રકરણને કારણે NCPની છબી ફરી એકવાર સિંચાઈ કૌભાંડની જેમ ખરાબ થઈ ગઈ છે, તેથી હવે ભાજપના રણનીતિકાર NCP સાથે સરકાર બનાવવાના પક્ષમાં નથી. આ સંજોગોમાં ભાજપને મહારાષ્ટ્રમાં પહેલાં રાષ્ટ્રપતિશાસન લાવવા અને પછી વચગાળાની ચૂંટણી કરાવવાનો રસ્તો સાચો લાગી રહ્યો છે.