ઝાલોદ તાલુકાના મુણધા ગામે નજીવી બાબતમાં ઝઘડો ગંભીર સ્વરૂપે પહોંચી ગયો છે. શનિવારે બનેલી આ ઘટનામાં મારામારી થઈ ગઈ હતી જેમાં બે વ્યક્તિના મોત નિપજયા છે, જ્યારે હજુ પણ પાંચ વ્યક્તિ ગંભીર હાલતમાં છે. ઘટનામાં ઈજાગ્રસ્તોને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ડીવાયએસપી સહિતનો પોલીસ ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના મામલે પોલીસ સૂત્રોના જણવાયે અનુસાર ઝાલોદના મણુધા ગામે પૈસાની સામાન્ય બાબતે તકરાર થઇ હતી અને અંતે આ મુદ્દે બે લોકોની હત્યા થઇ હતી અનેપાંચ લોકો ઘાયલ થયા હતા.ઇજાગ્રસ્તોને વહેલી તકે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ,આ મામલે પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ફાળવી દીધો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વદુ તપાસ હાથ ધરી છે.
