ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં કોરોના કેસ વધવાની સાથે મૃત્યુ આંકમાં પણ વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. આજે શહેરના કે.કે.વી હોલ નજીક સવારથી કોરોના ટેસ્ટિંગ બૂથ પર ટેસ્ટિંગ માટે લોકોની ભારે ભીડજોવા મળી હતી. જેમાં લોકો ટેસ્ટ કરવા માટે જોડાયા હતા.સવારે 9 વાગ્યાથી બળબળતા તાપ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને લોકો લાંબી લાઈન લગાવીને ટેસ્ટિંગ માટે આવ્યા હતા. જ્યાંરે ટેસ્ટિંગ કીટ ખાલી થઇ જતા લોકો પરેશાન થયા હતા અને તંત્રની ઉદાસનીતા જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે સવારથી બપોર સુધીમાં65 લોકોના ટેસ્ટિંગ કરાવવા આવ્યા હતા જેમાં એક સાથે24 લોકો પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. અને આ પોઝીટવ આવેલા લોકોને હોમ આઇસોલેટ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
જ્યારે રાજકોટના લોકો કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ટેસ્ટ કરાવવા સામેથી આગળ આવી રહ્યા છે ત્યારે તંત્રને ટેસ્ટિંગ બુથ વધરવા માટેની માંગ કરાય છે છે. લોકો કલાકો સુધી લાઈનમાં ટેસ્ટિંગ માટે ઉભા રહે છે
સંક્રમણ અટકાવવા માટે લોકો વેક્સિનેશન લેવા માટે પણ દરરોજ મોટી સંખ્યામાં શહેરના અલગ-અલગ સેન્ટરો લાઈનો લગાવી રહ્યા છે.વધતા જતા કેસને લઈને રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યું નો સમય રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
