દરોડા/ રાજકોટમાં દેશી દારૂના અડ્ડા પર જનતાએ પાડયા દરોડા,પોલીસ તંત્ર દારૂબંધી અમલ કરવામાં નિષ્ફળ

રાજકોટના કણકોટ વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના કણકોટ રોડ પાસે આવેલ શ્યામલ ઉપવન પાસે જાહેર માં દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હતા

Top Stories Gujarat
  • રાજકોટના કણકોટ રોડ પરની ઘટના
  • દેશી દારૂના અડ્ડા પર લોકોના દરોડા
  • શ્યામલ ઉપવન પાસે જાહેરમાં દેશી દારૂ અડ્ડા
  • દારૂના અડ્ડા પર લોકોએ પાડ્યા દરોડા
  • મોટી સંખ્યામાં લોકો દારૂના અડ્ડા પર પહોંચ્યા

ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યના તમામ વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે,તેને રોકવા માટે પોલીસતંત્ર નિષ્ફળ નિવડી રહી છે. જેના અંતર્ગત જનતા રેડ પાડતી હોવાના સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. રાજકોટના કણકોટ વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના કણકોટ રોડ પાસે આવેલ શ્યામલ ઉપવન પાસે જાહેર માં દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હતા જેના લીધે આજુબાજુના લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા અનેક રજૂઆત કરી હોવા છંતા પણ સમસ્યાનો નિરાકરણ ન થતા જનતાએ જ દારૂના અડ્ડા પર રેડ પાડિ હતી

ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇને દારૂના અડ્ડા પર દરોડા પાડિને તોડફોડ કરી હતી ,દેશી દારૂના બેરલની તોડફોડ કરી હતી આ ઘટનાનની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.