Sports News : Gujarat Titans એ ફરી એકવાર IPLમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. ક્વોલિફાયર-2માં Rajasthan Royals સામે 7 વિકેટની શાનદાર જીત મેળવી ટીમ ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે 31 મેના રોજ અમદાવાદમાં ગુજરાતનો મુકાબલો Royal Challengers Bengaluru સામે થશે.
મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈસ્કોરિંગ મેચમાં રાજસ્થાને પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટે 214 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. પરંતુ ગુજરાતના બેટ્સમેનોએ ધમાકેદાર પ્રદર્શન કરીને 18.4 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો.
ગિલ-સુદર્શનની મેચ વિનિંગ પાર્ટનરશીપ
રનચેઝ દરમિયાન કેપ્ટન Shubman Gill એ કેપ્ટનની જવાબદારી સાથે શાનદાર સદી ફટકારી. ગિલે માત્ર 53 બોલમાં 104 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેમાં અનેક આકર્ષક બાઉન્ડરી અને સિક્સરો સામેલ હતી.
તેને સાથ આપ્યો Sai Sudharsan એ, જેણે 58 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 167 રનની જબરદસ્ત ભાગીદારી થઈ, જેના કારણે મેચ ગુજરાતના પક્ષમાં વળી ગઈ.
રાજસ્થાન તરફથી Jofra Archer, Nandre Burger અને બ્રિજેશ શર્માએ એક-એક વિકેટ ઝડપી.
વૈભવ સૂર્યવંશીની તોફાની ઇનિંગ વ્યર્થ
આ પહેલાં બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન માટે યુવા બેટ્સમેન Vaibhav Suryavanshi એ તોફાની બેટિંગ કરી હતી. વૈભવે માત્ર 47 બોલમાં 96 રનની ઇનિંગ રમી હતી, જેમાં 8 ચોગ્ગા અને 7 વિશાળ સિક્સરો સામેલ હતા.
તે સિવાય Ravindra Jadeja એ અણનમ 45 રન બનાવ્યા હતા, જ્યારે Donovan Ferreira એ 11 બોલમાં ઝડપી 38 રન ફટકારી ટીમને 214 સુધી પહોંચાડી હતી.
ગુજરાત તરફથી Kagiso Rabada અને Jason Holder એ 2-2 વિકેટ ઝડપી હતી.
ગુજરાતનો સૌથી મોટો રનચેઝ
214 રનનો ટાર્ગેટ ચેઝ કરીને ગુજરાતે IPL ઇતિહાસમાં પોતાનો સૌથી મોટો સફળ રનચેઝ નોંધાવ્યો છે. અગાઉ ટીમનો સૌથી મોટો સફળ ચેઝ 204 રનનો હતો.
હવે સમગ્ર ક્રિકેટપ્રેમીઓની નજર અમદાવાદમાં રમાનારી ફાઈનલ પર રહેશે, જ્યાં ગુજરાત અને બેંગલુરુ વચ્ચે ટાઇટલ માટે જંગ જામશે.
