Not Set/ કોંગ્રેસની ખોટી યાદી જાહેર થવાના કારણે હોબાળો, ભાજપ પર આરોપ

કોગ્રેસની ખોટી યાદી જાહેર થવાને કારણે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે ખોટી યાદી મામલે ઉમેદવારો ગેરમાર્ગે દોરાય છે. જેને પગલે કોંગ્રેસે ચૂંટણીપંચ અને પોલીસને ફરિયાદ કરી છે અને જવાબદાર લોકો સામે પગલા ભરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે રવિવારે કોંગ્રસની યાદી જાહેર થઇ તે પહેલા કોંગ્રસેના લેટર પેડ પર […]

Top Stories

કોગ્રેસની ખોટી યાદી જાહેર થવાને કારણે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે ખોટી યાદી મામલે ઉમેદવારો ગેરમાર્ગે દોરાય છે. જેને પગલે કોંગ્રેસે ચૂંટણીપંચ અને પોલીસને ફરિયાદ કરી છે અને જવાબદાર લોકો સામે પગલા ભરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે કોંગ્રસની યાદી જાહેર થઇ તે પહેલા કોંગ્રસેના લેટર પેડ પર પ્રદેશ પ્રમુખની સહી થયેલી કોંગ્રેસની બોગસ યાદી જાહેર થઇ હતી. જો કે અચાનક જ આ પ્રકારની બોગસ યાદી જાહેર થતાં પ્રદેશના નેતાઓ ચિંતામાં મુકાય હતા અને દોડધામ મચી ગઇ હતી.

ત્યારબાદ ધ્યાને આવ્યું કે આ યાદી બોગસ છે અને કોઇએ કોંગ્રેસના લેટર પેડનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નર તેમજ ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી અને જવાબદાર સામે પગલાં લેવાની માંગ કરી હતી..