Election/ સુરતમાં AAPએ ફ્રુટની લારીવાળાના પુત્રને બનાવ્યો મુખ્ય ઉમેદવાર

ભાજપ અને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપંખીયો જંગ ચાલી થયો છે. આમ આદમી પાર્ટી પણ

Top Stories Gujarat

ભાજપ અને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપંખીયો જંગ ચાલી થયો છે. આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાને ઉતરી છે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી 120 ઉમેદવારો ફોર્મ ભર્યા હતા. જો કે, કેટલાં ઉમેદવારના ફોર્મ ભૂલ હોવાના કારણે રદ્દ થયા હતા. જ્યારે 114 જેટલા આપના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ તમામ સમીકરણો વચ્ચે કઈક અલગ જ સંયોગ બન્યો છે. આપમાંથી ઉમેદવારી નોંધાવનાર મુખ્ય ઉમેદવારનું ફોર્મ રદ થતા ડમી તરીકે ફોર્મ ભરનાર ફ્રૂટની લારીવાળાનો પુત્ર મુખ્ય ઉમેદવાર બની ગયો છે.

Political / મોદી અને શાહ મારા સારા મિત્ર, ભાજપમાં જોડાતા મને કોઈ રોકી ન શકે : દિનેશ ત્રિવેદી

સુરતના ગોડાદરા વિસ્તારમાં ફ્રૂટની લારી ચલાવી પોતાના અને પરિવારનું ગુજરાન ચલાવતા ગૌરીશંકર યાદવના પુત્ર ચંદનસિંહ યાદવ આમઆદમી પાર્ટીના વોર્ડ નં. 26ના ઉમેદવાર તરીકે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ચંદનસિંહ યાદવ ધોરણ 12 પાસ છે અને ટેક્સટાઇલમાં 8 હજાર પગારની નોકરી કરે છે. તેમનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશ જૌનપુરથી છે પરંતુ વર્ષોથી પરિવારે અહીં સુરતમાં વસવાટ કર્યો છે. તેમનું મકાન એટલુ ખૂબ જ નાનું છે. સત્તામાં પરિવર્તન લાવવા માટે ગરીબ પરિવારના ચંદનસિંહ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેઓ સામાન્ય કાર્યકર તરીકે જ હતા પરંતુ ભાગ્યએ તેમને ચમકવાની તક આપી છે. વોર્ડ નં.26માંથી સંજીવસિંહ યાદવ ઉમેદવારી નોંધાયાવી હતી. જોકે તેમનું ફોર્મ ટેક્નિકલ ખામી કારણે રદ થયું અને ડમી તરીકે ફોર્મ ભરનાર ચંદનસિંહ મુખ્ય ઉમેદવાર બની ગયા છે.

u turn / ખેડૂત નેતાઓનો યુ-ટર્ન, પંજાબી ગાયક દીપ સિદ્ધુ માટે જાગ્યો પ્રેમ, મંચ પરથી તેની મુક્તિની માગણી

ગૌરીશંકર કહે છે કે, મારા દીકરાને જીતાડવા માટે થોડા દિવસો લારી બંધ રાખીને પ્રચાર કરીશ. ચંદનસિંહે કહ્યું કે, આમઆદમી પાર્ટીનું આ જ ઉત્કૃષ્ઠ છે કે, તેમને નાના પરિવારમાંથી આવતા યુવકને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. મારા પિતા પણ મને જીતાડવા પ્રચાર કરી રહ્યા છે જેથી હું મક્કમ પણે કહી શકું છું કે હું જરૂર જીત મેળવીશ. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ફ્રૂટની લારીવાળાના પુત્રને જીતાડવા માટે પુરજોશથી પ્રચાર કરી રહ્યા છે. નાના પરિવારમાંથી આવતા ચંદનસિંહ હાલ લોકો પાસે મત માંગી રહ્યા છે અને દિલ્હી સરકારના કામોને આગળ ધરીને એક મોકો આપને આપવાની વાત કરી રહ્યા છે.

Beware! / વધુ એક બોગસ લેભાગુ વીમા કંપની મેદાનમાં આવી, ઇરડા એ નોટિસ જાહેર કરી આપી ચેતવણી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…