Not Set/ લીનુસિંહનાં આક્ષેપ મામલે મહિલા આયોગ દ્વારા દહિયાની 1 કલાક પુછતાછ

કથિત પ્રેમસંબંધમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયા સામે દિલ્હીની યુવતીએ મહિલા આયોગમાં રજૂઆત કરી હતી. જેથી મહિલા આયોગે નોટિસ પાઠવતા ગૌરવ દહિયા પોતાના વકીલ સાથે મહિલા આયોગ સમક્ષ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ મહિલાએ કરેલા આક્ષેપોનો જવાબ રજૂ કર્યો હતો. લગભગ 1 કલાલ સુધી ગૌરવ દાહિયાની મહિલા આયોગ દ્વારા વિવિધ સવાલો સાથે પુછપરછ કરવામાં આવી […]

Uncategorized
dahiyaaa લીનુસિંહનાં આક્ષેપ મામલે મહિલા આયોગ દ્વારા દહિયાની 1 કલાક પુછતાછ

કથિત પ્રેમસંબંધમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયા સામે દિલ્હીની યુવતીએ મહિલા આયોગમાં રજૂઆત કરી હતી. જેથી મહિલા આયોગે નોટિસ પાઠવતા ગૌરવ દહિયા પોતાના વકીલ સાથે મહિલા આયોગ સમક્ષ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ મહિલાએ કરેલા આક્ષેપોનો જવાબ રજૂ કર્યો હતો. લગભગ 1 કલાલ સુધી ગૌરવ દાહિયાની મહિલા આયોગ દ્વારા વિવિધ સવાલો સાથે પુછપરછ કરવામાં આવી હતી.

gaurav dahiya લીનુસિંહનાં આક્ષેપ મામલે મહિલા આયોગ દ્વારા દહિયાની 1 કલાક પુછતાછ

ગૌરવ દહિયાનાં વકીલ દ્વારા મહિલા આયોગમાં પોતાનાં અશિલ સાથે ઉપસ્થિત રહી રજૂઆત કરવામાં આવી હતી કે,તેઓ લિનુસિંહનાં આક્ષેપો ફગાવે છે અને જણાવ્યું હતું કે યુવતીએ આપેલા પુરાવા કોર્ટ માન્ય ગણશે નહીં . તો આ મામલે આયોગ દ્વારા ગૌરવ દહીંયાંને રૂબરુ બોલાવતા તેમણે પણ પોતાનો પક્ષ આયોગ સામે મુક્યો હતો. લિનું સિંહએ જે અરજી આપી હતી તેના જવાબ પણ આપ્યા હતા. આયોગનાં અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે દાહિયાને સમજાવ્યા છે. અમારી કાર્યવાહી ચાલુ છે. જ્યારે જરૂર પડશે ત્યારે બનેને સાથે બોલાવીને પણ પૂછપરછ કરવામાં આવશે. જો કે, આ મુદ્દે ગૌરવ દહિયાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે મારે જે કહેવાનું હતું, તે મેં આયોગને કહી દીધું છે. વધુ કઈ કહેવું નથી તેવું કહી મીડિયાથી દુર રહેવા પ્રયત્ન કર્યો હતો.

આ પણ વાંચો : #IAS_ગૌરવ_દહિયા : લીનુંસિંહે પુત્રીનો DNA ટેસ્ટ કરવવાની બતાવી તૈયારી

આપને જણાવી દઇએ કે થોડા દિવસ પૂર્વે જ લિનુંસિંહ દિલ્હીથી ગુજરાત આવી ગયા છે. તેઓ પોલીસ વડા તેમજ મહિલા આયોગને મળી ચૂક્યા છે અને તેણીએ પોતાની પુત્રીનો જરૂર જણાય તો DNA ટેસ્ટ કરવાની પણ તૈયારી બતાવી છે. સાથે સાથે તેણીએ પત્રકાર પરિષદ પણ યોજી સમગ્ર મામલાને પ્રકાશમાં લાવવાની કોશિશ કરવાની સાથે સાથે, પોતાને જ્યાં સુઘી ન્યાય ન મળે ત્યાં સુધી ગુજરાતમાં જ રહેશે તેવું ટહેલ પણ કરી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.