અમદાવાદમાં બાંધકામ સાઈટ પર લિફ્ટ તૂટવાની ઘટનામાં 7 મજૂરોના મોતની મોટી ઘટના ઘટી ગઇ છે, અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા એસ્પાયર-2માં સાતમાં માળેથી લિફ્ટ તુટ્યા સાત મજૂરના મોત થયા હતા. આ મામલે કોન્ટ્રાકટર સૌરભ શાહ, પેટા કોન્ટ્રાકટર દિનેશ પ્રજાપતિ અને નૈમેષ પટેલ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. ત્રણેય આરોપીની પોલીસ કોરોના રિપોર્ટ બાદ અટકાયત કરશે. ત્રણેય આરોપીઓ સામે કલમ 304, 114 હેઠળ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે બિલ્ડરો સામે ફરિયાદ કરવામાં આવી નથી પરંતુ કોન્ડ્રાકટર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. એસ્પાયર-2ની ઈમારતમાં બનેલી ઘટનામાં શ્રમિક પરિવારને કોઈપણ પ્રકારની સહાય સરકાર દ્વારા કરવામાં આવતી નથી. આ પ્રકારની ઘટનામાં માત્ર સ્થાનિક વહીવટી તંત્ર અને મનપાના પદાધિકારીઓ ઘટના સ્થળની મુલાકાત લઈને સંતોષ માનતા હોય છે.
