ICC T-20 WORLD CUP/ ફાઇનલમાં ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો

ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડના 173 રનના લક્ષ્યના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની શરૂઆત થઈ છે.

Top Stories Sports

દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડના 173 રનના લક્ષ્યના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની શરૂઆત થઈ છે. ડેવિડ વોર્નર અને કેપ્ટન એરોન ફિન્ચની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી કેન વિલિયમસને કેપ્ટનશીપની ઇનિંગ રમી અને સૌથી વધુ 85 રન બનાવ્યા. તેના સિવાય માર્ટિન ગુપ્ટિલે 28 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે 3 અને એડમ ઝમ્પાએ 1 વિકેટ ઝડપી હતી.