નવરાત્રિના/ પ્રથમ છ દિવસમાં 1.76 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા વૈષ્ણોદેવીના દર્શન કર્યા

નવરાત્રિના પ્રથમ છ દિવસ દરમિયાન કટરા સ્થિત પ્રસિદ્ધ વૈષ્ણો દેવી ગુફામાં 1.76 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાના દર્શન કર્યા છે

Top Stories India

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નવરાત્રિના પ્રથમ છ દિવસ દરમિયાન કટરા સ્થિત પ્રસિદ્ધ વૈષ્ણો દેવી ગુફામાં 1.76 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાના દર્શન કર્યા છે. જમ્મુથી 42 કિમી દૂર જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે નજીક સ્થિત તીર્થયાત્રીઓના બેઝ કેમ્પ કટરા ખાતે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા છ દિવસમાં, 1,76,174 શ્રદ્ધાળુઓએ બેઝ કેમ્પથી 12 કિમી ચાલ્યા પછી ત્રિકુટા ટેકરીઓ પર મંદિરની મુલાકાત લીધી હતી.

તેમણે જણાવ્યું હતું કે, તેમાંથી નવરાત્રિના પ્રથમ દિવસે 2 એપ્રિલે સૌથી વધુ 37,381 શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી. આ પછી બીજી નવરાત્રિમાં 33,340, ત્રીજા દિવસે 29,078, 27,302, ચોથા દિવસે 29,078 અને છઠ્ઠા દિવસે 20,000થી વધુ યાત્રાળુઓએ દર્શન કર્યા છે. તેમણે કહ્યું કે ભીડ ન થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

સરેરાશ, દરરોજ 27,000 થી વધુ શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાત લે છે. નવ દિવસીય ઉત્સવનું સમાપન રવિવારે ‘મહાનવમી’ના દિવસે ‘પૂર્ણાહુતિ’ સાથે થશે. હજારો યાત્રિકોના પ્રવાહને નિયંત્રિત કરવા માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં નવા વર્ષ પર નાસભાગને કારણે 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા.