- ગાંધીનગર મહાનગરપાલિકાની ત્રીજી ચૂંટણી
- અગાઉની બે ચૂંટણીમાં ભાજપે જનાદેશ ગુમાવ્યો
- જનાદેશ ગુમાવીને પણ ભાજપે સત્તા હસ્તગત કરી
- વર્ષ-2011 અને વર્ષ-2016માં યોજાઇ હતી ચૂંટણી
- વર્ષ-2010માં ગાંધીનગરને મળ્યો મહાનગરપાલિકાનો દરજ્જો
- વર્ષ-2021ની મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ
ગુજરાતનાં પાટનગર ગાંધીનગરની પ્રથમ ઇંટ બીજી ઓગસ્ટ-1965 નાં દિવસે થર્મલ પાવર સ્ટેશન ખાતે મૂકવામાં આવી. ગ્રીન સીટીથી શરૂ કરીને ગીફ્ટસીટી સુધી સુધી ગાંધીનગર માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વમાં પણ ખ્યાતિપ્રાપ્ત છે.
– ગાંધીનગર મહાનગરપાલિકાનું ચૂંટણી ચિત્ર
- કુલ વોર્ડ – 11
- મતદાન બૂથ – 284
- પુરૂષ મતદારો – 1 લાખ 45 હજાર 694
- મહિલા મતદારો- 1 લાખ 37 હજાર 286
- કુલ મતાદોર – 2 લાખ 82 હજાર 988
આ પણ વાંચો – વરસાદ / ગુજરાતનાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આજે રાત્રે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
ગાંધીનગરની રચના સમયે સેક્ટર પ્રમાણે નગરજનોને તમામ પ્રાથમિક, શિક્ષણ અને સાંસ્કૃતિક સુવિધા મળી રહે તે મુજબ રચના કરવામાં આવી હતી. પરંતુ આજે આ સેક્ટર પ્રથા લુપ્ત થઇ જતાં નગરજનો ત્રસ્ત થયા છે. અગાઉ ગાંધીનગરનો વહીવટ સરકાર હસ્તક જ હતો. જે આજે મનપા હસ્તક આવી ગયો છે. પરંતુ નગરજનો મળવાપાત્ર પ્રાથમિક સુવિધાથી પણ અસંતોષ હોવાની પ્રતિતિ કરી રહ્યાં છે. ગાંધીનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા સ્વૈચ્છિક સંસ્થા જાગૃત નાગરિક પરિષદે હાઇકોર્ટમાં લડત આપી અને અંતે 16 માર્ચ-2010 નાં રોજ ગાંધીનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો. ત્યારબાદ વર્ષ-2011 અને વર્ષ-2016 માં બે મનપાની ચૂંટણી યોજાઇ. જેમાં કોંગ્રેસ અને ભાજપ મુખ્ય રાજકીય પક્ષની વચ્ચે જનાદેશ કોંગ્રેસની તરફેણમાં આવ્યો. છતાં ભાજપે સત્તા હસ્તગત કરવામાં સફળતા મેળવી છે.
– સરકાર અને મનપાનાં વહીવટમાં તફાવત
સરકાર મનપા
સેક્ટરની સુવિધા સેક્ટર લુપ્ત થયા
દવાખાનુ – શાળા – બગીચા – રંગમંચની સુવિધા દવાખાનુ-શાળા-બગીચા-રંગમચ બિસ્માર
ટેક્સ મુક્તિ પાણીવેરા થી મિલકતવેરાની વસૂલાત
- ભાજપ-કોંગ્રેસ સાથે આપ પણ ચૂંટણી જંગમાં
- ગાંધીનગરના નગરજનો કાંઇક અલગ મિજાજના
- સીમાંકનમાં વિસ્તારનો વધારો છતાં સુવિધા નામે મીંડુ
- ગીફ્ટસીટી અને ગ્રીનસીટીની સુંદરતામાં થયો વધારો
- પ્રાથમિકપ્રશ્નો ઉકેલવામાં નગરસેવકો નિષ્ક્રિય
- ત્રિપાંખિયો જંગ રસાકસીભર્યો રહેશે
- 5 ઓક્ટોબરે જનાદેશ પર સૌની મીટ
આ પણ વાંચો – Covid-19 / તહેવાર નજીક આવતા કોરોનાનાં કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
પરંતુ આ વર્ષે ત્રીજા રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ચૂંટણી જંગમાં છે. એટલુ જ નહીં પ્રજા મનપાની સત્તા કરતા અગાઉની સરકાર સમયે વધુ સુવિધા મેળવતી હોવાનો સૂર પણ નગરજનોનો છે. ત્યારે આ વર્ષે ભાજપ માટે જનાદેશ મેળવવો લોઢાનાં ચણા ચાવવા સમાન પુરવાર થશે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 11 વોર્ડ માટે 44 ઉમેદવારો નિયુક્ત થશે. તારીખ 3 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી માટે 353 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. તારીખ 5 ઓક્ટોબરે 353 ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો જાહેર થશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
