મૃતદેહ/ ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં મૃતદેહને અગ્નિ સંસ્કારના બદલે લોકો દફનાવી રહ્યા છે

મૃતદેહને અગ્નિસંસ્કારને બદલે દફનાવી રહ્યા છે.

India

ભારતમાં કોરોના મહામારીના લીધે અતિ ભંયકર હાલત છે. ગરીબ અને મદ્યમવર્ગની હાલત અતિ કફોડી બની છે.ગઇકાલે નદીઓમાં મૃતદેહને પધરાવવા દેવાની ઘટના સામે આવી હતી .ઉન્નાવમાં ભયાનક હાલત જોવા મળી છે.ગંગા નદી કિનારા પાસે લોકો મૃતદેહને  રેતીમાં દફનાવી રહ્યા છે. શુકલાગંજ,રૈાતાપુ,ગંગા ઘાટ પર રેતીમાં મૃતદેહોને દફનાવવાની ઘટના સામે આવી છે. અતિંમ સંસ્કાર માટે અને  સ્મશાનમાં લાકડાની અછત અને મોંઘી હોવાથી લોકો હિંદુ રિતી રિવાજ છોડીને લોકોએ મૃતદેહોને દફનાવવાનું શરૂ કર્યું છે.રૈાતાપુર ઘાટમાં છેલ્લા 20 દિવસથી લોકો મૃતદેહોને દફન કરી રહ્યા છે. દૂરથી આવેલા લોકો મૃતદેહોને દફનાવી રહ્યા છે.બુધવારના દિવસે 16 મૃતદેહોમાંથી 13 મૃતદેહોને દફનાવવામાં આવ્યા હતાં.

કોરોના મહામારી સિવાય અન્ય બિમારીથી પણ લોકો મરી રહ્યા છે ત્યારે પ્રશાસન આંકડાની રમત રમવામાં વ્યસ્ત છે. ગંગાના તમામ ઘાટો પર કે જ્યાં લોકો મહિનામાં જતા હતા ત્યાં હવે અંતિમ સંસ્કાર માટે લાંબી કતાર જોવા મળી રહી છે. રૈાતાપપર ઘાટમાં ચારસોથી વધુ લોકોના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે પણ વધારે લોકોના મૃતદેહને દફનાવવામાં આવી રહ્યા છે.અહીંયા પ્રતિદિવસ 12થી વધુ મૃતદેહ આવે છે. 20 દિવસ પહેલા માત્ર 2 કે 3 લોકોના મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવતાં હતા પરતું હવે વધી ગયા છે. આજુબાજુના અનેક ગામડાંના લોકો આ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવા આવે છે.

જે લોકો અંતિમ સંસ્કાર માટે પૈસા ખર્ચી શકે છે તે લોકો મૃતદેહના અંતિમ સંસ્કાર કરાવે છે જ્યારે જે લોકો પાસે પૈસા નથી તે લોકો દિંદુ રિતી રિવાજ છોડીને મૃતદેહને આ ઘાટ પર દફનાવી રહ્યા છે.