Gujarat/ વિસાવદર તાલુકામાં કોંગ્રેસને ભારે નુકસાન, 200 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા

કિરીટભાઈ પટેલનાં સન્માન સમારંભમાં કોંગ્રેસનાં પૂર્વ તાલુકા પ્રમુખ સહિતનાં કાર્યકરો ભાજપમાં જોડાય વિસાવદર તાલુકામાં કોંગ્રેસને ભારે નુક્શાન થાય તેવી રીતે તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ સહિતનાં …

Gujarat Others
sssss 43 વિસાવદર તાલુકામાં કોંગ્રેસને ભારે નુકસાન, 200 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા

@વૈશાલિ કગરાણા, મંતવ્ય ન્યૂઝ – જૂનાગઢ

કિરીટભાઈ પટેલનાં સન્માન સમારંભમાં કોંગ્રેસનાં પૂર્વ તાલુકા પ્રમુખ સહિતનાં કાર્યકરો ભાજપમાં જોડાયe છે. વિસાવદર તાલુકામાં કોંગ્રેસને ભારે નુકસાન થાય તેવી રીતે તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ સહિતનાં 200 જેટલા કોંગ્રેસનાં કાર્યકરો ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કરેલ હતો.

આ તકે વિસાવદર તાલુકાનાં સરસઈ ગામ ખાતે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન કિરીટ પટેલનાં વિસાવદર તાલુકા ભાજપ વતી સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કિશોર ડોબરીયા, વિપુલ કાવાણી, વીનું સાવલિયા સહિતનાં 200 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જ્યારે કિરીટ પટેલ દ્વારા આ કેન્દ્રમાં રહેલ તેમજ ગુજરાતમાં રહેલી ભાજપ સરકાર ખેડૂતોની સતત ચિંતા કરે છે અને જ્યારે ઘણા લોકો આ કામ પોતે કરાવ્યા છે તેવા જસ ખાટવા નીકળી ગયા છે. જેને આવતા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બરોબર જવાબ મળી જશે અને કોંગ્રેસનો કારમો પરાજય થશે.

આ સન્માન સમારંભ માં જિલ્લા માંથી આવેલ સંજય ગૌસ્વામી, રમણિક દુધાત્રા, તાલુકા ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સાવલિય, મહામંત્રી પરસોત્તમ પદમાણી, રમેશ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ વાઘેલા, વિસાવદર નગરપાલિકા પ્રમુખ કૌશિક વાઘેલા, ઉપ.પ્રમુખ ઘનશ્યામ ડોબરીયા,  જીતેન્દ્રા મહેતા, ચંદુ ભાખર, બાબુ સાવલિયા સહિતનાં આગેવાનો જોડાયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો