Not Set/ ભારતમાં બ્લેક ફંગસના કેસોમાં વધારો ,5500 કેસ નોંધાયા

બ્લેક ફંગસના કેસો માં વધારો

India
black ભારતમાં બ્લેક ફંગસના કેસોમાં વધારો ,5500 કેસ નોંધાયા

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે.  તમામ રાજ્યો તેની સામે લડી રહ્યા છે ત્યાં જ એક નવી બિમારી  દેશની સામે આવી છે.આ નવી   બ્લેક ફંઞસ ના કેસ દેશમાં મોટાભાગના રાજ્યોમાં વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે.એહેવાલ મુજબ અત્યાર સુધી દેશમાં નવા રોગ ના કુલ 5500 જેટલા કેસ બહાર આવ્યા છે અને સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે અને સૌથી વધુ મૃત્યુ પણ મહારાષ્ટ્રમાં થયા છે અને નવા રોગથી અહીં અત્યાર સુધીમાં 90 દર્દીના મૃત્યુ થઈ ગયા છે. જ્યારે દેશમાં કુલ 126 ના મૃત્યુ થયા છે.

રાજ્ય સરકારો દ્વારા આ નવા રોગને પણ  મહામારી તરીકે જાહેર કરવામાં આવી  છે અને ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા મહામારી જાહેર કરવામાં આવ્યા બાદ હવે ઓરિસ્સા એ પણ નવી મહામારી તરીકે તેને જાહેર કરી દીધી છે.સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે આ નવા રોગચાળા સામે ની દવા નો અભાવ અનેક રાજ્યોમાં પ્રવર્તી રહ્યો છે અને રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ ગુજરાત કણર્ટિક વગેરે રાજ્યોમાં આ રોગચાળા સામે ની દવા પૂરતા પ્રમાણમાં નથી.

દરમિયાનમાં નવા રોગચાળામાં ઝારખંડમાં ચાર દર્દીઓ મૃત્યુ થઈ ગયા છે જ્યારે છત્તીસગઢ મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં 2-2 દર્દીઓના મૃત્યુનો નોંધાયા છે અને એ જ રીતે બિહાર આસામ ઓરિસ્સા અને ગોવામાં પણ એક દર્દીના મૃત્યુ નોંધાયા છે.