Ahmedabad News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે (Ahmedabad-Vadodara Express way) પરના ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ-વેમાં હાલમાં વન-વેના 135 અને રિટર્ન જર્નીના 205 રૂપિયા છે. હવે પાંચ ટકા વધારો થયો છે.
તેના લીધે અમદાવાદથી આણંદના 85 રૂપિયા થઈ જશે. જ્યારે અમદાવાદથી નડિયાદના 65 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે કોમર્સિયલ માટે અમદાવાદ અને નડિયાદ વચ્ચે બસના 105 રૂપિયા અને ટ્રકના 220 રૂપિયા છે. અમદાવાદથી આણંદ માટે હળવા પેસેન્જર વ્હીકલ્સ માટે બસના 140 અને ટ્રકના 290 રૂપિયા ચૂકવવા પડશે. વડોદરા હળવા વાહનોમાં બસ માટે 220 અને ટ્રક માટે 465 રૂપિયા ચૂકવવા પડશે.
વસાદ ટોલ પર નવા ભાવ કારના 150, હળવા વાહનોના 230 અને બસ અને ટ્રકના 475 રૂપિયા થશે. ખેડા ટોલ પર નવા ભાવમાં કારના 150, હળવા વાહનના 165 અને બસ-ટ્રકના 340 રૂપિયા થયા છે.
આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી
આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો
આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત