Breaking News:બોલિવિયાની રાજધાની લા પાઝ નજીક એલ અલ્ટો શહેરમાં શુક્રવારે (27 ફેબ્રુઆરી) બોલિવિયાની એરફોર્સ હર્ક્યુલસ C-130 વિમાન ક્રેશ (Plane Crash) થયું. આ દુર્ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાન દેશના અન્ય ભાગોમાં નવી નોટો લઈ જઈ રહ્યું હતું, પરંતુ અકસ્માતમાં નોટો રસ્તા પર વિખેરાઈ ગઈ. અકસ્માત બાદ એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે.

માહિતી અનુસાર, સાંજે 6 વાગ્યાની આસપાસ (સ્થાનિક સમય) અકસ્માત થયો જ્યારે વિમાન લેન્ડિંગ અથવા ટેકઓફ દરમિયાન રનવે પરથી લપસી ગયું, એરપોર્ટની સીમા જાળી તોડીને હાઈવે પર ઉતર્યું. વિમાન ઘણી કાર અને વાહનો સાથે અથડાયું (Plane Crash), જેમાં કેટલાકને ભારે નુકસાન થયું. અહેવાલો અનુસાર વિમાન દેશના અન્ય ભાગોમાં નવી નોટો લઈ જઈ રહ્યું હતું.
અકસ્માતમાં (Plane Crash) ઘાયલોની સ્થિતિ ગંભીર છે.
આ અકસ્માતમાં (Plane Crash) 15 લોકોના મોત થયા હતા અને 30 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. બોલિવિયા પોલીસ અને ફાયર બ્રિગેડે ઘણા ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા છે.

વિમાનમાં સવાર લોકોની સંખ્યા અને તેમની સ્થિતિની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.બોલિવિયા એરફોર્સ કે સરકારે હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ એલ અલ્ટો એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો:મહેસાણામાં એવિએશન કંપનીનું ટ્રેઈની વિમાન ક્રેશ થતા મહિલા પાયલટ ઘાયલ
આ પણ વાંચો:કેલિફોર્નિયામાં છત સાથે અથડાતાં વિમાન ક્રેશ, 2નાં મોત, 18 ઘાયલ
આ પણ વાંચો:મોસ્કોમાં વિમાન ક્રેશ, ચારના મોત, જાણો કેવી રીતે થયો અકસ્માત
