Sports/ IND vs IRE: પ્રતિકા અને સ્મૃતિ મંધાનાની તોફાની સદી સાથે, ભારતે ODI ઇતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો, આયર્લેન્ડને 436 રનનો ટાર્ગેટ

પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 435 રન બનાવ્યા હતા. પ્રતિકાએ 129 બોલમાં 154 રન અને મંધાનાએ 80 બોલમાં 135 રન બનાવ્યા હતા.

Trending Sports

Sports News : ભારત અને આયર્લેન્ડની મહિલા ટીમ વચ્ચે 3 મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ઓપનર સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલની તોફાની સદીઓની મદદથી આયર્લેન્ડને 436 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતીય મહિલા ટીમના ODI ઇતિહાસમાં આ સૌથી મોટો સ્કોર છે.

ભારતીય ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 435 રન બનાવ્યા હતા. આ દરમિયાન પ્રતિકાએ 129 બોલમાં 20 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 154 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન મંધાનાએ તેનો સાથ આપ્યો, મંધાનાએ 80 બોલમાં 12 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 135 રન બનાવ્યા. ઓપનિંગ જોડીએ તોફાની શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટ માટે 233 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી.

ઓર્લા પ્રેન્ડરગાસ્ટે 27મી ઓવરમાં સ્મૃતિ મંધાનાને આઉટ કરીને આયર્લેન્ડને પ્રથમ સફળતા અપાવી હતી. આ દરમિયાન તેણે માત્ર 70 બોલમાં તેની 10મી ODI સદી પૂરી કરી હતી. આ પછી બેટિંગ કરવા આવેલી રિચા ઘોષે પ્રતિકા રાવલ સાથે બીજી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી હતી. 39મી ઓવરમાં આર્લિન કેલીએ રિચા ઘોષને બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધી હતી. રિચા ઘોષે 42 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 59 રન બનાવ્યા હતા.

બેવડી સદી તરફ આગળ વધી રહેલી પ્રતિકા રાવલ 44મી ઓવરમાં ડેમ્પસીના હાથે ફ્રેયા સાર્જન્ટના હાથે કેચ આઉટ થઈ ગઈ હતી. રાવલ 150નો આંકડો પાર કરનારો ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે. તેજલ હસબાનીસ (28), હરલીન દેઓલ (15) રન બનાવીને આઉટ થયા હતા. દીપ્તિ શર્મા (11) અને જેમિમાહ રોડ્રિગ્સ (ચાર) રન બનાવ્યા બાદ અણનમ રહ્યાં.

ભારતીય મહિલા ટીમની બેટ્સમેનોએ આયરિશ બોલરોનો જડબાતોડ સામનો કર્યો અને નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટે 435 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આયર્લેન્ડ તરફથી ઓર્લા પ્રેન્ડરગાસ્ટે બે વિકેટ ઝડપી હતી. આર્લિન કેલી, ફ્રેયા સાર્જન્ટ અને જ્યોર્જીના ડેમ્પ્સીએ એક-એક બેટરને આઉટ કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચમાં રચ્યો ઈતિહાસ, બનાવ્યા આ 6 મોટા રેકોર્ડ

આ પણ વાંચો: દક્ષિણ આફ્રિકા સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ સદી ફટકારી, ટીમનો સ્કોર 200ને પાર

આ પણ વાંચો: સ્મૃતિ મંધાનાની સદીની મદદથી ભારતે સાઉથ આફ્રિકાને 143 રને હરાવ્યું