Not Set/ IND vs SL 1st T20/ સીરીઝની પહેલી મેચ વરસાદને કારણે નહી પણ આ કારણથી ધોવાઈ

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 મેચોની સીરઝની પહેલી મેચ વરસાદની ભેટ ચઢી ગઇ હતી. ગુવાહાટીનાં બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ મેચ શરૂ થતાં પહેલાં વરસાદ પડી ગયો હતો. જોકે, વરસાદ થોડા સમય બાદ બંધ થઇ ગયો હતો, ત્યારે મેચ 5-5 ઓવરની […]

Uncategorized

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 મેચોની સીરઝની પહેલી મેચ વરસાદની ભેટ ચઢી ગઇ હતી. ગુવાહાટીનાં બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ મેચ શરૂ થતાં પહેલાં વરસાદ પડી ગયો હતો.

Image result for india vs sri lanka t20 2020 match cancel

જોકે, વરસાદ થોડા સમય બાદ બંધ થઇ ગયો હતો, ત્યારે મેચ 5-5 ઓવરની થાય તેવું લાગી રહ્યું હતું, પરંતુ પાણીનાં કારણે પિચ પલડી ગઇ હતી જેના કારણે મેચને રદ્દ કરવી પડી હતી. વરસાદ એટલો જોરદાર પડ્યો કે કવર લીક થવા લાગ્યું જેના કારણે પાણી પીચ પર પડી ગયુ. જ્યારે વરસાદ બંધ થયો ત્યારે પિચને સુકાવવા માટે હેર ડ્રાયર સિવાય એવી ઘણી વસ્તુઓ જોવા મળી જે ઘરમાં સામાન્યરીતે જોવા મળી જાય છે.

Indian Cricket Team

પિચ પર પાણી એટલુ બધુ રોકાઇ ગયુ હતુ કે મેચને શરૂ કરવી ઘણી જોખમી બની ગઇ હતી. ગુડ લેન્થ સ્પોટ પર પાણી ભરાઇ ગયુ હતુ, જે બેટ્સમેન માટે જોખમી સાબિત થઇ શકતુ હતુ, જેના કારણે એમ્પાયરે મેચને રદ્દ કરવી જરૂરી સમજ્યુ હતુ. જો કે પિચમાંથી પાણી કાઠવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આપને જણાવી દઇએ કે, દર્શકો આ જોઈને નવાઈ પામ્યા કે પિચને સુકાવવા માટે પ્રથમ વેક્યૂમ ક્લીનરનો ત્યારબાદ પ્રેસ (સ્ટીમ આયર્ન) અને હેર ડ્રાયર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, પિચ પર આટલી ગરમી આપ્યા બાદ પણ કોઈ ફરક પડ્યો ન હતો. પિચ પર ભેજ ઘણો હતો, જેના કારણે તેમની મહેનત અસરકારક સાબિત થઇ ન શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.