T20WC2024/ ભારત પાક. સામે 119 રનમાં ઓલઆઉટ, નસીમ-અમીરની 3-3 વિકેટ

પાકિસ્તાન સામે ભારતની બહુ ગવાતી બેટિંગ લાઇનઅપ 19 ઓવરમાં 119 રનમાં ખખડી ગઈ છે. ભારતની ટીમમાંથી રિષભ પંતને બાદ કરતાં બાકીના બેટ્સમેનો રીતસર પાકના બોલિંગ આક્રમણ સામે સંઘર્ષ કરતાં જોવા મળ્યા હતા.પાક તરફથી નસીમ શાહ અને મોહમ્મદ આમિરે 3-3 વિકેટ ઝડપી ભારતીય બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી.

Breaking News Sports
Beginners guide to 2024 06 10T002540.861 ભારત પાક. સામે 119 રનમાં ઓલઆઉટ, નસીમ-અમીરની 3-3 વિકેટ

ન્યૂયોર્કઃ પાકિસ્તાન સામે ભારતની બહુ ગવાતી બેટિંગ લાઇનઅપ 19 ઓવરમાં 119 રનમાં ખખડી ગઈ છે. ભારતની ટીમમાંથી રિષભ પંતને બાદ કરતાં બાકીના બેટ્સમેનો રીતસર પાકના બોલિંગ આક્રમણ સામે સંઘર્ષ કરતાં જોવા મળ્યા હતા.પાક તરફથી નસીમ શાહ અને મોહમ્મદ આમિરે 3-3 વિકેટ ઝડપી ભારતીય બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી.

ભારતે વીસ રન પૂરાં કરતા સુધીમાં તો બંને ઓપનર વિરાટ કોહલી અને રોહિત શર્માને ગુમાવી દીધા હતા. આના પગલે ભારત બહુ મોટો સ્કોર કરી નહીં શકે તે સુનિશ્ચિત થઈ ગયું હતું. તેના પછી અક્ષર પટેલ અને રિષભ પંતની ત્રીજી વિકેટની 39 રનની ભાગીદારીએ ભારતીય બેટિંગ લાઇનઅપને સ્થિરતા આપતા તે 20 ઓવરમાં 160 રન કરી શકે તેવી સંભાવના લાગતી હતી, પરંતુ આ ભાગીદારી તૂટ્યા બાદ ભારતે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. અક્ષર પટેલ પણ ત્રીજી વિકેટના સ્વરૂપમાં આઉટ થયો હતો. તેમા પણ સૂર્યકુમાર યાદવનો પાક સામે ફ્લોપ શો જારી રહ્યો હતો.

સૂર્યકુમાર યાદવ 8 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ આમિરે હરિસ રઉફના બોલ પર સૂર્યકુમાર યાદવને કેચ આઉટ કરાવ્યો હતો. આ રીતે, પાકિસ્તાન સામે T20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવનું ખરાબ ફોર્મ યથાવત રહ્યું. આંકડા દર્શાવે છે કે પાકિસ્તાન સામે T20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન સામે T20 ફોર્મેટમાં અનુક્રમે 11, 18, 13, 15 અને 7 રન બનાવ્યા છે.

આ રીતે સૂર્યકુમાર યાદવ પાકિસ્તાન વિરૂદ્ધ T20 મેચની 5 ઇનિંગ્સમાં માત્ર 64 રન જ બનાવી શક્યો હતો. જો કે હાલમાં આ ભારતીય બેટ્સમેન ICC T20 રેન્કિંગમાં ટોપ પર છે. સૂર્યકુમાર યાદવે તાજેતરમાં IPLમાં ઘણી સારી ઇનિંગ્સ રમી હતી, પરંતુ હવે તે પાકિસ્તાન સામે સસ્તામાં આઉટ થયો હતો. T20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે સારા સંકેત નથી.
પંત હતો ત્યાં સુધી ભારતને સન્માનજનક સ્કોરની આશા હતી, પરંતુ 96 રનના સ્કોરે તે આઉટ થતાં અને તે જ સ્કોરે ભારતે જાડેજાની વિકેટ ગુમાવતા સન્માનજનક સ્કોરની આશા ઠગારી નીવડી હતી. હવે ભારતનો બધો આધાર બોલિંગ આક્રમણ પર છે.

ભારત આ ટીમો સામે રમશે…
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે તેના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત શાનદાર શૈલીમાં કરી હતી. ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું. જો કે આજે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને છે. આ ગ્રુપમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, અમેરિકા અને કેનેડા સામેલ છે. આ પછી સુપર-8 રાઉન્ડની મેચો રમાશે. અત્યારે ભારતના ગ્રુપમાં અમેરિકા ટોપ પર છે. અમેરિકાના 2 મેચમાં 4 પોઈન્ટ છે. ભારતીય ટીમ 1 મેચમાં 2 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: T20 WCનો સૌથી મોટો અપસેટ, અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવી ઇતિહાસ રચ્યો

આ પણ વાંચો: ધોની કરતાં પણ વધુ કમાય છે આ ક્રિકેટર, વૈભવી જીવનમાં જીવતો ખેલાડી

આ પણ વાંચો: મહિને 1 કરોડ કમાય છે! યુવરાજ સિંહની નેટવર્થ જાણીને ચોંકી જશો