Not Set/ રાજસ્થાન/ 19 વર્ષની સગીરા સાથે ચાલુ કારે 5 કલાક સુધી ગેંગરેપ, હજુ સુધી નથી થઇ ધરપકડ

રાજસ્થાનના દૌસા જિલ્લામાં 19 વર્ષીય સગીરાનું અપહરણ કર્યા બાદ ચાલતી ગાડીમાં ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. યુવતી સાથે ચાલતી કારમાં 5 કલાક સુધી 3 લોકો રેપ કરતા રહ્યા હતા. આ મામલે કેસ પણ નોંધવામાં આવ્યો છે પરંતુ તેની ધરપકડ થઈ નથી. ભોગ બનનાર સગીરા કોલેજના બીજા વર્ષની વિદ્યાર્થી છે. 1 ઓક્ટોબરના રોજ સવારે 5 વાગ્યે […]

India

રાજસ્થાનના દૌસા જિલ્લામાં 19 વર્ષીય સગીરાનું અપહરણ કર્યા બાદ ચાલતી ગાડીમાં ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. યુવતી સાથે ચાલતી કારમાં 5 કલાક સુધી 3 લોકો રેપ કરતા રહ્યા હતા. આ મામલે કેસ પણ નોંધવામાં આવ્યો છે પરંતુ તેની ધરપકડ થઈ નથી. ભોગ બનનાર સગીરા કોલેજના બીજા વર્ષની વિદ્યાર્થી છે. 1 ઓક્ટોબરના રોજ સવારે 5 વાગ્યે તેણી તેના કોચિંગ સેન્ટર પર જઇ રહી હતી, ત્યારે ત્રણેય આરોપીઓએ તેનું અપહરણ કર્યું હતું અને બળજબરીથી તેને કારમાં ખેંચીને રેપ કર્યો હતો.

સગીરાને કારમાં બેસાડીને તેની આંખમાં બાંધી દીધી હતી અને ચાલુ કારે પાંચ કલાક સુધી તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો. સગીરાને પોલીસને જાણ કરતાં આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. રાત્રીના 10 વાગ્યાની આસપાસ આરોપીઓ યુવતીને લાલસોટ વિસ્તારમાં છોડી ભાગી ગયા હતા. લાલસોટ સર્કલ ઓફિસર મનરાજ મીનાએ ત્રણેય આરોપીઓ સાથે યુવતીની ઓળખની આશંકા વ્યક્ત કરી હતી.

પીડિતનું મેડિકલ

પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. મીનાએ કહ્યું, ‘મહિલાએ તે જ દિવસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ સપ્તાહના અંતે કોર્ટ બંધ હોવાથી કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ અમે તેનું નિવેદન નોંધી શક્યા નહીં. હવે આ અઠવાડિયે નિવેદન નોંધવામાં આવશે.

મીનાએ કહ્યું, “પીડિતાનું મેડિકલ પૂર્ણ થઈ ગયું છે અને આઈપીસીની કલમ 376 ડી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.” જો કે, આ કેસમાં હજુ સુધી કોઈ પણ ધરપકડ થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.