Not Set/ ભારે સુરક્ષા વચ્ચે 1લી જુલાઈથી શરુ થશે અમરનાથ યાત્રા

શિવભક્તો જેની આતૂરતાથી રાહ જુએ છે એ અમરનાથની પવિત્ર યાત્રા 1 જુલાઇથી શરૂ થઇ રહી છે.આ વખતે અમરનાથની યાત્રા 46 દિવસ એટલે કે 15 ઓગસ્ટ સુધી ચાલશે. પુલવામા હુમલા પછી યોજાઇ રહેલી આ યાત્રાની સુરક્ષા માટે સેના અને શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા અત્યાર સુધીની સૌથી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રા સહેલાઇથી, શાંતિપૂર્ણ […]

Top Stories India

શિવભક્તો જેની આતૂરતાથી રાહ જુએ છે એ અમરનાથની પવિત્ર યાત્રા 1 જુલાઇથી શરૂ થઇ રહી છે.આ વખતે અમરનાથની યાત્રા 46 દિવસ એટલે કે 15 ઓગસ્ટ સુધી ચાલશે. પુલવામા હુમલા પછી યોજાઇ રહેલી આ યાત્રાની સુરક્ષા માટે સેના અને શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા અત્યાર સુધીની સૌથી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

યાત્રા સહેલાઇથી, શાંતિપૂર્ણ અને દુર્ઘટના વિના પસાર થાય તે માટે આધુનિક ટેકનિકની મદદ પણ લેવાઇ રહી છે.યાત્રામાં માર્ગોની 24 કલાક નિગરાની માટે આઇપી આધારિત હાઇ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.તેનાથી કન્ટ્રોલ રૂમમાં કાફલા અને યાત્રીઓની રિયલ ટાઇમ ફૂટેજ મળશે. સાથે જ સુરક્ષાદળો વચ્ચે સંકલન પણ સહેલાઇથી થઇ શકશે.

યાત્રીઓની ઓળખ અને લોકેશન જાણવા માટે તેમની યાત્રી સ્લિપમાં બારકોડ હશે. આ સ્લિપમાં યાત્રીઓની સંપૂર્ણ માહિતી હશે, જેમ કે ક્યાંથી આવ્યા, મોબાઇલ નંબર, ફોટો વગેરે. તેનાથી કેટલા યાત્રી શ્રાઇન પહોંચ્યા, તેની તંત્ર અને સુરક્ષાદળોને માહિતી મળી રહેશે.

ઉપરાંત સ્લિપની ત્રણ કોપી હશે, જે યાત્રી ચેકિંગ દરમિયાન બતાવી શકશે. ગત વખતની જેમ આ વખતે પણ યાત્રીઓનાં વાહનો પર રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેગ (આરઆઇએફડી) લગાવવામાં આવશે જેથી તેમને ટ્રેક કરી શકાય. શ્રદ્ધાળુઓનાં આ વાહનો જમ્મુથી બેઝ કેમ્પ સુધી અર્ધસૈનિકદળોના કાફલાની સાથે જશે.

આ વર્ષે હાઇ રિઝોલ્યુશન કેમેરાથી સજ્જ ડ્રોનથી પણ યાત્રા પર નજર રખાશે. ભીડને નિયંત્રણમાં રાખવા માટે દરરોજ માત્ર 7500 યાત્રી ગુફા તરફ રવાના કરાશે. 30,000થી વધુ અધિક અર્ધસૈનિકદળોના જવાનોને તહેનાત કરાશે..જ્યાં સુરક્ષાદળોની 300 કંપનીઓ તૈનાત કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.