Not Set/ પુત્રના લગ્નની પહેલી કંકોત્રી આપવા અંબાણી પરિવાર પહોંચ્યો સિદ્ધ વિનાયકના ચરણોમાં

મુંબઇ, અબજોની વેલ્યુ ધરાવતી રિલાયન્સ કંપનીના મુકેશ અંબાણીએ હમણા જ તેમની દીકરી ઈશા અંબાણીના ભવ્ય લગ્ન કર્યા બાદ હવે અંબાણી પરિવારમાં ફરીથી 9 માર્ચે શરણાઈના સૂર લહેરાવવાના છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશના લગ્ન શ્લોકા મહેતા સાથે થવાનાં છે.સોમવારે નીતા અંબાણી અને મુકેશ અંબાણી ગણપતિ બાપ્પાના આમંત્રણ સહિત આશીર્વાદ લેવા માટે સિદ્ધિવિનાયક મંદિર […]

India

મુંબઇ,

અબજોની વેલ્યુ ધરાવતી રિલાયન્સ કંપનીના મુકેશ અંબાણીએ હમણા જ તેમની દીકરી ઈશા અંબાણીના ભવ્ય લગ્ન કર્યા બાદ હવે અંબાણી પરિવારમાં ફરીથી 9 માર્ચે શરણાઈના સૂર લહેરાવવાના છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશના લગ્ન શ્લોકા મહેતા સાથે થવાનાં છે.સોમવારે નીતા અંબાણી અને મુકેશ અંબાણી ગણપતિ બાપ્પાના આમંત્રણ સહિત આશીર્વાદ લેવા માટે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતાં.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ દીકરા આકાશ અંબાણીના લગ્નનું પહેલું આમંત્રણ ગણપતિબાપ્પાના ચરણોમાં ધર્યું હતું. આ સમયે તેમની સાથ પુત્ર અનંત અંબાણી પણ હાજર હતો.

સિદ્ધ વિનાયક મંદિરમાં આમંત્રણ આપવા પહોંચેલ નીતા અંબાણીએ લાલ અને ગોલ્ડ કલરનો સલવાર સૂટ પહેરી હતી જ્યારે મુકેશ અંબાણી વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટમાં હતાં.

આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચના રોજ થવાના છે. 9થી 11 માર્ચ સુધી લગ્નના ભવ્યાતિભવ્ય કાર્યક્રમ ચાલશે.9થી 11 માર્ચ સુધી લગ્નના ભવ્યાતિભવ્ય કાર્યક્રમ ચાલશે.