Not Set/ આંધ્રપ્રદેશ/ TikTok પર વિડીયો પોસ્ટ કરવા પર પતિએ પત્નીની કરી હત્યા

આંધ્રપ્રદેશમાં એક શખ્સે તેની પત્નીની હત્યા એટલા માટે કરી કે તેણે ના પાડી હોવા છતાં પણ સોશિયલ મીડિયા એપ ટિકટોક પર વીડિયો પોસ્ટ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગુંટુર જિલ્લાના સવલ્યાપુરમ બ્લોકના પોટલુરુ ગામની રહેવાસી સિદ્દ્લા ચિન્ના નસૈરૈયાએ પહેલા તેની પત્ની ગોરાપતિ સુવર્થા (19) ની ગળું દબાવી હત્યા કરી હતી […]

Uncategorized
Untitled 68 આંધ્રપ્રદેશ/ TikTok પર વિડીયો પોસ્ટ કરવા પર પતિએ પત્નીની કરી હત્યા

આંધ્રપ્રદેશમાં એક શખ્સે તેની પત્નીની હત્યા એટલા માટે કરી કે તેણે ના પાડી હોવા છતાં પણ સોશિયલ મીડિયા એપ ટિકટોક પર વીડિયો પોસ્ટ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગુંટુર જિલ્લાના સવલ્યાપુરમ બ્લોકના પોટલુરુ ગામની રહેવાસી સિદ્દ્લા ચિન્ના નસૈરૈયાએ પહેલા તેની પત્ની ગોરાપતિ સુવર્થા (19) ની ગળું દબાવી હત્યા કરી હતી અને બાદમાં તેના મૃતદેહને શ્મશાનમાં સળગાવી દીધો હતો. આ ઘટના 17 નવેમ્બરની છે. 10 દિવસની પોલીસ તપાસ બાદ આ ઘટના સામે આવી છે.

દંપતી એક ખાનગી કંપનીમાં સેલ્સપર્સન તરીકે નોકરી કરતું હતું. તેમના લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા, જ્યારે તેઓની એક 2 વર્ષની પુત્રી પણ છે. સુવર્થા ટિકટોક વીડિયો બનાવતી હતી, પરંતુ તેનો પતિ તેનાથી નારાજ હતો. તેને પણ શંકા પણ કરતો હતો. પોલીસે જણાવ્યું હતું કે સુવર્થા તાજેતરમાં જ ઘર છોડી દીધું હતું. અને પુત્રીને તેના માતા-પિતા પાસે મૂકીને તે ગુંટુર જિલ્લાના સટેનાપલ્લી શહેરની એક છાત્રાલયમાં રહેતી હતી. તેણે ટિકટોક પર વીડિયો પોસ્ટ કરવાનું ચાલુ રાખ્યું હતું, જેનાથી તેના પતિને ગુસ્સો આવ્યો.

નસારૈયાએ 14 નવેમ્બરના રોજ પત્નીને ઘરે પરત આવવા સમજાવી હતી. બરાબર 3 દિવસ પછી, તેના નાના ભાઈ ચિન્ના વેંકૈયા સાથે મળીને, તેમણે આ ઘટનાને અંજામ આપ્યો. ટો ત્યાં જ પોલીસને અજાણ્યા શબના અંતિમ સંસ્કારની માહિતી મળી હતી, જે તપાસ બાદ આ ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે, સાથે તેના નાના ભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.