Worldcup/ ભારતે અફઘાનિસ્તાનને આઠ વિકેટથી હરાવ્યું,કેપ્ટન રોહિત શર્માએ ફટકારી વિસ્ફોટક સદી

ભારતને જીતવા માટે 272 રનનો ટાર્ગેટ અફઘાનિસ્તાને આપ્યો હતાે, ઇન્ડિયાએ આ માત્ર 35 ઓપવર માં જ બે વિકેટના નુકસાન પર 273 રન કર્યા હતા

Top Stories

ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન સામે શાનદાર જીત નોંધાવી છે. કેપ્ટન રોહિત શર્માએ અફઘાનિસ્તાનના બોલરોને ફટકાર્યા હતા.ભારતને જીતવા માટે 272 રનનો ટાર્ગેટ અફઘાનિસ્તાને આપ્યો હતાે, ઇન્ડિયાએ આ માત્ર 35 ઓપવર માં જ બે વિકેટના નુકસાન પર 273 રન કર્યા હતા,ભારતે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. ટોસ જીતીને અફઘાનિસ્તાને 273 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે રોહિત શર્માની તોફાની સદીના આધારે સરળતાથી જીતનો ઝંડો ફરકાવ્યો હતો. ભારતે 35 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કર્યો હતો. રોહિતે 84 બોલમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 131 રન બનાવ્યા હતા. તેણે ઈશાન કિશન (47 બોલમાં પાંચ ચોગ્ગા, બે છગ્ગા) સાથે પ્રથમ વિકેટ માટે 156 રનની ભાગીદારી કરી હતી.