Not Set/ વરૂણ ધવન-સારા અલી ખાન કુલી નંબર 1ની રિમેકમાં ચમકશે

મુંબઇ, લોકપ્રિય ફિલ્મ નિર્માતા ડેવિડ ધવન પોતાની ક્લાસિક કોમેડી ફિલ્મ કુલી નંબર વનની રીમેક બનાવવા જઇ રહ્યા છે. વિતેલા વર્ષોમાં ગોવિન્દા અને કરિશ્મા કપુર અભિનિત મુળ ફિલ્મ કુલી નંબર વન સુપર હિટ સાબિત થઇ હતી. ફિલ્મની રીમેકમાં ડેવિડ ધવન પોતાના પુત્ર વરૂણને લેવાનો નિર્ણય કરી ચુક્યા છે. ફિલ્મના લીડ રોલમાં વરુણ ધવનની સાથે સારા અલી […]

Uncategorized
varun12 વરૂણ ધવન-સારા અલી ખાન કુલી નંબર 1ની રિમેકમાં ચમકશે

મુંબઇ,

લોકપ્રિય ફિલ્મ નિર્માતા ડેવિડ ધવન પોતાની ક્લાસિક કોમેડી ફિલ્મ કુલી નંબર વનની રીમેક બનાવવા જઇ રહ્યા છે. વિતેલા વર્ષોમાં ગોવિન્દા અને કરિશ્મા કપુર અભિનિત મુળ ફિલ્મ કુલી નંબર વન સુપર હિટ સાબિત થઇ હતી. ફિલ્મની રીમેકમાં ડેવિડ ધવન પોતાના પુત્ર વરૂણને લેવાનો નિર્ણય કરી ચુક્યા છે. ફિલ્મના લીડ રોલમાં વરુણ ધવનની સાથે સારા અલી ખાન ચમકશે.

sara 2 વરૂણ ધવન-સારા અલી ખાન કુલી નંબર 1ની રિમેકમાં ચમકશે
File Photo

આ ફિલ્મના સંબંધમાં સત્તાવાર જાહેરાત ૨૪મી એપ્રિલના દિવસે કરવામાં આવી શકે છે. ફિલ્મને લઇને જાહેરાત વરૂણના જન્મદિવસે કરવામાં આવે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ પ્રસંગે વરૂણની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સહિત સમગ્ર ધવન પરિવાર એક સાથે નજરે પડનાર છે. આ પ્રસંગે ગોવિન્દા પણ નજરે પડી શકે છે.