National News : ઈરાન–ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલ (Toll)વસૂલવાની ચર્ચાએ વૈશ્વિક વેપાર જગતમાં નવી ચિંતા ઊભી કરી છે. આ મુદ્દાને લઈને ભારતીય બજાર નિષ્ણાત અને બેંકર અજય બગ્ગાએ એક વિવાદાસ્પદ સૂચન આપ્યું છે.
તેમનું કહેવું છે કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ જેવા કુદરતી સમુદ્રી માર્ગ પરથી જહાજો પર ટોલ(Toll) અથવા કર વસૂલવાનું શરૂ કરે, તો ભારતે પણ આંદામાન અને નિકોબાર ટાપુઓ નજીકથી પસાર થતા વિદેશી જહાજો પર ટોલ વસૂલવાની શક્યતા પર વિચાર કરવો જોઈએ.
સુએઝ કેનાલ અને પનામા કેનાલ જેવી માનવસર્જિત નહેરોમાં જ ટોલ(Toll) વસૂલાય છે
બગ્ગાના મત મુજબ હાલમાં આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ કુદરતી સમુદ્રી માર્ગો ખુલ્લા અને મુક્ત રહેવા જોઈએ, જ્યારે સુએઝ કેનાલ અને પનામા કેનાલ જેવી માનવસર્જિત નહેરોમાં જ ટોલ(Toll) વસૂલાય છે. જો આવા કુદરતી માર્ગો પર પણ વસૂલાત શરૂ થાય, તો તે વૈશ્વિક દરિયાઈ વ્યવસ્થામાં ખતરનાક પૂર્વદૃષ્ટાંત બની શકે છે. તેમના જણાવ્યા અનુસાર, આવી વસૂલાતથી પ્રતિ શિપમેન્ટ કરોડો ડોલરનો વધારાનો ખર્ચ આવી શકે છે, જેના કારણે વૈશ્વિક તેલ અને વેપાર ભાવોમાં ઉછાળો આવી શકે છે.
તેમણે વધુમાં સૂચવ્યું કે જો ભારત આંદામાન–નિકોબાર ક્ષેત્રમાં વ્યૂહાત્મક રીતે પોતાની ઉપસ્થિતિ મજબૂત કરે, ખાસ કરીને ઇન્દિરા પોઇન્ટ નજીક, તો તે હિંદ મહાસાગરના મહત્વના શિપિંગ રૂટ્સ પર અસરકારક નિયંત્રણ સ્થાપિત કરી શકે છે. આ વિસ્તારથી ઇન્ડોનેશિયાના રોન્ડો ટાપુનું અંતર ખૂબ ઓછું હોવાથી અહીંથી મોટા પાયે આંતરરાષ્ટ્રીય જહાજો પસાર થાય છે.
તેમનું માનવું છે કે ચીન, જાપાન સહિતના દેશો માટે જતા વેપારી જહાજો માટે આ માર્ગ અત્યંત મહત્વપૂર્ણ છે, અને જો અહીં કોઈ પ્રકારની ફી અથવા ટોલ લાગુ થાય તો તે ભારતની વ્યૂહાત્મક અને આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવી શકે છે.
પરંતુ નિષ્ણાતો એ પણ સૂચવે છે કે આવા પગલાં આંતરરાષ્ટ્રીય કાયદા અને સમુદ્રી નૌસંચાલન સ્વતંત્રતા સાથે સીધા સંઘર્ષમાં આવી શકે છે, તેથી આ મુદ્દે રાજદ્વારી સ્તરે ખૂબ સાવધાનીપૂર્વક નિર્ણય લેવાની જરૂર રહેશે.
આ પણ વાંચો :ટ્રમ્પનું મોટું નિવેદન, હોર્મુઝ સ્ટ્રેટમાંથી અમેરિકા કમાશે પૈસા, ઈરાન સાથેના કરાર બાદ નવી ચર્ચા
આ પણ વાંચો :અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ, ટ્રમ્પ બે અઠવાડિયા માટે હુમલા રોકવા સંમત, ઇઝરાયલે પણ ભરી હામી
આ પણ વાંચો :ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ બાદ યુરેનિયમ પર મોટો વિવાદ, ટ્રમ્પનો ‘પૂર્ણ નિકાલ’નો દાવો
